Home »Gossip» Some Memorable Roles Of Actress Reema Lagoo In Acting Career

બોલિવૂડની મોર્ડન મોમને ભીની આંખે અપાઇ વિદાય, આ ફિલ્મ્સને લીધે રહેશે યાદ

divyabhaskar.com | May 19, 2017, 08:03 AM IST

  • રીમા લાગૂ, સલમાન ખાન સાથે રીમા લાગૂ
મુંબઇઃ બોલિવૂડમાં સલમાન-શાહરૂખ જેવા એક્ટરની મોમનો રોલ કરનાર પીઢ એક્ટ્રેસ રીમા લાગૂએ ગઇકાલે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. રીમા લીડ રોલમાં બહુ ઓછી જોવા મળી હતી પરંતુ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે દર્શકોએ તેને ખૂબ વખાણી છે. રીમા લાગુએ પોતાના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. પરંતુ તેને અસલી ઓળખ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી મળી હતી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાનની માનો રોલ કર્યો હતો. ભલે રીમા લાગૂ લીડ રોલમાં ઓછી જોવા મળી હોય પરંતુ તેણે સુપરહિટ ફિલ્મ્સમાં અનેક એવા શાનદાર સપોર્ટિંગ રોલ કર્યા છે. જેને કારણે દર્શકોના મનમાં હંમેશ માટે તેની ઇમેજ 'ફેમસ મા' તરીકે બની હતી.
 
'મૈંને પ્યાર કિયા'
-1989માં રીલિઝ થયેલી 'મૈંને પ્યાર કિયા' તે સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર ખૂબ સફળતા મળી હતી. 'મૈંને પ્યાર કિયા'થી સલમાન રાતોરાત સ્ટાર બન્યો હતો તો રીમા લાગૂ પણ ખાસ્સી લાઇમલાઇટમાં આવી હતી.
-આ ફિલ્મથી જ બોલિવૂડમાં તેને ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેણે સલમાનની માનો રોલ કર્યો હતો. જેમાં દર્શકોને તે ખૂબ પસંદ આવી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો,અન્ય ફિલ્મ્સ વિશે જેમાં સપોર્ટિંગ રોલમાં છવાઇ હતી રીમા લાગૂ...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Some memorable roles of Actress Reema Lagoo in Acting career
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended