Home »Gossip» Cancer Was A Turning Point In My Life Says Manisha Koirala

કેન્સર પછી પોતાને ઓળખી નહોતી શકી આ એક્ટ્રેસ; કહ્યું, એલિયન જેવી થઈ ગઈ'તી

Onkar Kulkarni | Apr 21, 2017, 17:43 PM IST

  • એક સમયે ગ્લેમરસ લાગતી મનિષા કોઇરાલા કેન્સર દરમિયાન ઓળખી ના શકાય તેવી થઇ હતી
મુંબઇઃ લાંબો સમય ફિલ્મ્સથી દૂર રહેનાર 'ઇલુ ઇલુ ગર્લ' મનિષા કોઇરાલા સંજય દત્તની બાયોપિકમાં તેની માતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણબિર કપૂર સંજય દત્તનો રોલ કરી રહ્યો છે. 'સોશ્યિલ કેમ્પેઇન 'માય હેર ફોર કેન્સર' માટે આવેલી મનિષાએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેને લાગતું હતું કે તે એલિયન જેવી લાગે છે. આ ઉપરાંત divyabhaskar.com સાથે તેણે કેન્સર તેમજ તેની લાઇફમાં આવેલા બદલાવ અંગે જણાવ્યું હતું.
 
મને લાગતું હતું કે હું એલિયન બની ગઇ છું
-જ્યારે મનિષાની કેન્સરની સારવાર ચાલી રહી હતી ત્યારે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં કમબેક કરવા માટે આતુર હતી. પરંતુ તે સ્વાસ્થ્ય પર જ ખાસ ધ્યાન આપતી હતી.
-મનિષા કોઇરાલાએ જણાવ્યું હતું કે,"હું મારા શરીર પર જ ધ્યાન આપવા ઇચ્છતી હતી. હું તેને ફરી પોષણયુક્ત બનાવવા ઇચ્છતી હતી. કિમોથેરાપીથી મારી હાલત સાવ નબળી પડી હતી. મારા વાળ ખરી પડ્યા હતાં. હું કોઇ એલિયન જેવી લાગી રહી હતી. હું મારા અસલી સ્વરૂપમાં પરત ફરવા ઇચ્છતી હતી"
 
સેલેબ્સ પૂછતા હતાં ખબરઅંતર
-જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે સમયે કોઇ બોલિવૂડ સેલિબ્રિટી મળવા માટે આવ્યા હતા ત્યારે તેણે જણાવ્યું હતું કે,"જ્યારે  મને કેન્સર થયું તે સમયગાળો એવો હતો જેમાં પેશન્ટને પ્રાઇવસીના હેતુથી એકલા રાખવામાં આવે છે. આથી મેં મારી જાતને દુનિયાથી અળગી રાખી હતી. જોકે, મારૂ ફેમિલી કોઇ બોલિવૂડમાંથી આવ્યું હોય તો મને માહિતી આપતા રહેતા હતાં. મને જાણ છે કે સલમાન ખાન અને ગુલશન ગ્રોવર વારંવાર મારી હેલ્થ વિશે પૂછતા રહેતા હતાં."
- મનિષાએ તેની ફેમિલીનો આભાર માનતા કહ્યું હતું કે,"કેન્સરની સારવાર દરમિયાન મારા ફેમિલીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તેમજ ફેન્સની પ્રાર્થનાઓ પણ કામ લાગી છે." નોંધનીય છે કે 2 મે,2013ના રોજ મનિષા કેન્સરની બિમારીથી સંપૂર્ણ સારી થઇ ગઇ હતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો,બોલિવૂડમાં કમબેક અંગે કરી વાત....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cancer Was a Turning Point in My Life Says Manisha Koirala
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended