Home »Gossip» Singer Shreya Ghoshal Is Romancing With Husband During Vacations

પતિ સાથે હોલિ ડે એન્જોય કરી રહી છે શ્રેયા ઘોષાલ, સામે આવ્યા આ Photos

divyabhaskar.com | Jan 10, 2017, 13:43 PM IST

  • પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય(ડાબે) અને ભાઈ સાથે શ્રેયા ઘોષાલ
મુંબઈઃપોપ્યુલર બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલ હાલ પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ લાંબા વેકેશન દરમિયાન શ્રેયાએ ન્યૂયોર્કથી આઈસલેન્ડ સુધીનો પ્રવાસ કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પણ આ હોલિ ડેના અનેક ફોટોઝ પોસ્ટ કરવામાં આવ્યા છે. શિલાદિત્ય મુખોપાધ્યાય અને ભાઈ સૌમ્યદીપ ઘોષાલ સાથે શ્રેયાએ ફેન્સને ન્યૂયરની શુભકામનાઓ આપી હતી. ઈન્સ્ટાગ્રામ ફોટોઝ પરથી સ્પષ્ટ થાય છે કે, શ્રેયાએ ન્યૂયોર્કમાં ફેમિલી સાથે સમય પસાર કર્યો છે. તો બીજી તરફ આઈસલેન્ડમાં તે સ્કીઈંગની મજા માણતી જોવા મળે છે. 2015માં કર્યા હતા બોયફ્રેન્ડ સાથે લગ્ન
 
શ્રેયા ઘોષાલે 5 ફેબ્રુઆરી 2015ના રોજ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. આ સેરેમની એકદમ પ્રાઈવેટ હતી. જેમાં બન્નેએ ફેમિલી મેમ્બર્સ અને તેના ખાસ ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. જેની માહિતી શ્રેયાએ 6 ફેબ્રુઆરીના રોજ આપી હતી. તેણે લગ્નનો ફોટો શેર કરી ફેસબુક પર લખ્યું હતું, "કાલે રાત્રે પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં પોતાના લવ શિલાદિત્ય સાથે લગ્ન કરી લીધા છે. નવા જીવનના રોમાંચને લઈ એક્સાઈટેડ છું. ઉલ્લેખનીય છે કે, શ્રેયા પોતાની કરિયરની શરૂઆત 'દેવદાસ'(2002)થી કરી હતી. તેણીએ 'દેવદાસ'ના પાંચ સોંગ્સ 'સિલસિલા યે ચાહત કા...', 'બૈરી પિયા'..., 'છલક-છલક...', 'મોરે પિયા...' અને 'ડોલા રે...' ગાયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં શ્રેયા ઘોષાલની પતિ સાથેના વેકેશનના ફોટોઝ
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: singer shreya ghoshal is romancing with husband during vacations
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext