Home »Gossip» Aishwarya Stay In This Hotel With Her Daughter During Cannes

બચ્ચન બહુ ને આરાધ્યાનો વૈભવ, કાન્સમાં આ મોંઘીદાટ હોટલમાં વીતાવ્યો'તો સમય

divyabhaskar.com | May 23, 2017, 12:06 PM IST

  • સ્યૂટ રૂમ, ઈનસ્ટેમાં આરાધ્યા-એશ
કાન્સ, ફ્રાંસઃહાલમાં ફ્રાંસમાં 70મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય કાન્સમાં 19 તથા 20 મેના રોજ રેડ કાર્પેટ પર કેટવોક કરીને છવાઈ ગઈ હતી.
 
 
હોટલ માર્ટીનેઝઃ 
20 ફેબ્રુઆરી, 1929માં ફાઉન્ડર-ઓનર એમ્યુનલ માઈકલ માર્ટીનેઝે આ હોટલ શરૂ કરી હતી. લંડન, પેરિસ તથા કાન્સમાં લક્ઝરી હોટલ્સ આવેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ હોટલ ફ્રેંચ, ઈટાલિયન તથા જર્મન આર્મી દ્વારા ચલાવવામાં આવતી હતી. એક સમયે યુએસએ એર ફોર્સે પણ આ હોટલનું સંચાન કરેલું છે. 2012માં આ કાન્સ હોટલ હયાત ચેનને વેચી નાખવામાં આવી છે. 9 એપ્રિલ, 2013થી આ હોટલનું નામ ગ્રાન્ડ હયાત કાન્સ હોટલ માર્ટીનેઝ કરી દેવામાં આવ્યું છે. 
 
શેના માટે જાણીતી છે આ હોટલઃ  
આ હોટલ સ્ટાઈલિશ લિવિંગ, કમ્ફર્ટ ઝોન તથા ટેકનોલોજીને કારણે જાણીતી છે. આ હોટલ દરિયાની સામે આવેલી છે. બહારથી આ હોટલ ઘણી જ સુંદર લાગે છે. આ હોટલમાં કુલ સાત માળ છે અને આ હોટલ ચાલીસ હજાર સ્કેવર મીટર્સમાં ફેલાયેલી છે. યુરોપીયનની લક્ઝરી હોટલમાં આ હોટલનો સમાવેશ થાય છે. 
 
આ હોટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું જ ખાસ છે. હોટલમાં 409 રૂમ તથા સ્યૂટ છે. હોટલમાં ત્રણ રેસ્ટોરન્ટ પણ આવેલી છે. હોટલમાં 15 મિટિંગ રૂમ્સ, પિયાનો બાર, પ્રાઈવેટ બિચ, રિસેપ્શન લોન્જ પણ છે. 
  
2009માં ફોર્બ્સ મેગેઝીને આ હોટલના સ્યૂટને વિશ્વના સૌથી મોંઘા સ્યૂટ ગણાવ્યા હતાં. પેન્ટહાઉસ સ્યૂટનું એક રાતનું ભાડું 37500 અમેરિકન ડોલર(રૂ. 24,33,000 અંદાજીત) હોય છે. વિશ્વના સૌથી 15 મોંઘા સ્યૂટમાં આ હોટલનો સ્યૂટ ચોથા નંબરે છે. 
 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મોંઘીદાટ હોટલની એક ઝલક....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya stay in this hotel with her daughter during cannes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended