Home »Gossip» Vijay Mallya Kingfisher Villa Recognaise By Its New Name

બદલાશે માલ્યાના 'કિંગફિશર વિલા'નું નામ, શાનદાર પાર્ટી સાથે ઉડતી દારૂની છોળો

divyabhaskar.com | Apr 20, 2017, 12:44 PM IST

  • સચિન જોશી (ઇન્સેટમાં)નું ફેમિલી 'કિંગફિશર વિલા'નું નામ બદલાઇને 'કિંગ્સ મેન્શન' કરવા ઇચ્છે છે
જોધપુરઃ જેએમજે ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન જે.એમ.જોશીએ જોધપુરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બિઝનેસમેન વિજય માલ્યાના બંગલાને મારા દીકરા સચિને 73 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સચિને આ આલિશાન બંગલામાં રહેવાનું પણ શરૂ કર્યું છે. મારા દીકરાની પસંદથી હું ખુશ છું. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે હજુ સુધી મેં આ બંગલો જોયો નથી પરંતુ ટૂંક સમયમાં જ હું આ બંગલો જોવા જઇશ. નોંધનીય છે કે ભાગેડુ વિજય માલ્યાની ગોવા સ્થિત આલિશાન પ્રોપર્ટી 'કિંગફિશર વિલા' તેની શાનદાર પાર્ટી માટે પણ ફેમસ હતો. એક્ટર-પ્રોડ્યુસર સચિન જોશીની કંપની વીકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટે હવે તેને ખરીદ્યો છે.
 
બદલાઇ જશે 'કિંગફિશર વિલા'નું નામ
-બિઝનેસમેન જેએમ જોશીએ જણાવ્યું કે માલ્યાના બંગલાનું નામ પહેલા 'કિંગફિશર વિલા' હતું. જેને અમે બદલીને 'કિંગ્સ મેન્શન' રાખીશું
-આ બંગલામાં દુનિયાની તમામ સુવિધાઓ હાજર છે. સમુદ્ર કિનારે 3 એકરના ક્ષેત્રફળમાં ફેલાયેલા આ વિશાળ કિંગ્સ મેન્શનમાં 15 નાના બંગલાઓ પણ છે.
 
તાજેતરમાં જ થઇ છે હરાજી
-દેશ છોડીને ભાગનાર બિઝનેસમેન વિજય માલ્યાની ગોવા સ્થિત આલિશાન પ્રોપર્ટી 'કિંગ ફિશર વિલા'ની હરાજી તાજેતરમાં જ થઇ છે. આ પહેલા ત્રણ વાર તેની હરાજી અસફળ રહી હતી.
-બેંક્સના સમૂહે પ્રાઇવેટ ડીલ હેઠળ અભિનેતા-નિર્માતા સચિન જોશીની કંપની વીકિંગ મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટને વેચી છે.
-નોંધનીય છે કે સચિન મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેના દાદા મોહનલાલ જોશી અને પિતા જે.એમ.જોશી એક સમયે જોધપુરમાં પાનમસાલાની દુકાન ચલાવતા હતાં

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો જોશી ફેમિલી અંગે અને ગોવા સ્થિત બંગલાના અન્ય Photos...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vijay Mallya kingfisher Villa recognaise By Its New Name
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended