Home »Gossip» Katrina Kaif Presented Award To Shahid Kapoor In Iifa Award

કેટરિનાની આ તસવીરમાં છે લોચો, જાણીને આવશે હસવું

divyabhaskar.com | Jul 17, 2017, 11:59 AM IST

  • ડાબે, શાહિદ સાથે ઓડિયન્સમાં બેઠેલી કેટરિના, શાહિદને સ્ટેજ પર એવોર્ડ આપતી કેટરિના
મુંબઈઃ 14 તથા 15 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડ યોજાઈ ગયા હતાં. ટીવી પર 16 જુલાઈના રોજ આઈફા એવોર્ડ્ ટેલિકાસ્ટ કરવામાં આવ્યાં હતાં. આટલી ઉતાવળમાં રેકોર્ડિંગ તથા એડિટિંગ થતાં ચેનલે એટલી મોટી ભૂલ કરી નાખી કે હવે સોશ્યિલ મીડિયામાં મજાક ઉડી રહી છે.

એડિટિંગમાં માર્યા લોચાઃ
ન્યૂ યોર્કમાં યોજાયેલા આઈફા એવોર્ડ્સમાં કેટરિના બોલિવૂડ એક્ટર શાહિદને ફિલ્મ 'ઉડતા પંજાબ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવા જાય છે. ટીવીમાં સ્ટેજનો સીન ચાલતો હતો અને તરત જ બીજા સીનમાં કેટરિના કૈફ ઓડિયન્સમાં બેઠેલી બતાવવામાં આવે છે. હવે કેટરિના સ્ટેજ પર હોય તો ઓડિયન્સમાં કેવી રીતે હોય? હવે ટીવીએ કેવી રીતે આ સીન એડિટિંગ કર્યું, એ તો હવે ચેનલ જ ને ખબર??

ટ્વિટર પર ઉડી મજાકઃ
આ સીન ટીવી પર ટેલિકાસ્ટ થતાં જ સોશ્યિલ મીડિયામાં મજાક ઉડવાની શરૂ થઈ ગઈ હતી. કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે કેટરિના કૈફ ડબર રોલ તરીકે સારી લાગે છે. તો કેટલાંક એડિટિંગ ફેઈલ્યોર ગણાવ્યું હતું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આઈફાની રેડ કાર્પેટની તસવીરો...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: katrina kaif presented award to shahid kapoor in iifa award
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended