Home »Gossip» I Never Thought I Would Get An Opportunity In Movies Says Pompy

કરિના કપૂર એક્ટિંગ માટે ફિલ્મમેકર્સને મારી ભલામણ કરે છેઃ હેર સ્ટાઇલિસ્ટ પોમ્પી

Onkar Kulkarni | Apr 20, 2017, 13:59 PM IST

  • કરિના કપૂર એક્ટિંગ માટે ફિલ્મમેકર્સને મારી ભલામણ કરે છેઃ હેર સ્ટાઇલિસ્ટ પોમ્પી,  gossip news in gujarati
મુંબઇઃ કરિના કપૂરના હેરસ્ટાઇલિસ્ટ પોમ્પીએ અનેક ફિલ્મ્સમાં કરિનાને ડિફરન્ટ લુક માટે હેરસ્ટાઇલ આપી છે. આ ઉપરાંત પોમ્પી 'દેવ ડી', 'ફેશન' અને 'સિંઘમ' જેવી ફિલ્મમાં એક્ટિંગ પણ કરી ચૂક્યો છે. હેરસ્ટાઇલિસ્ટ પોમ્પીએ divyabhasakr.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું ના હતું કે હેરસ્ટાઇલિસ્ટ કરતાં કરતાં તેને ફિલ્મ્સમાં કામ કરવાનો ચાન્સ મળશે.
 
મરાઠી ફિલ્મમાં જોવા મળશે પોમ્પી
-ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસની ફિલ્મ 'હ્રદયાંતર'માં પણ તે જોવા મળશે. આ ફિલ્મથી તે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં પોતાનું ડેબ્યૂ કરશે.
-તેણે જણાવ્યું હતું કે,"સાચું કહું તો કેમેરા સામે હું ખૂબ જ શરમાળ વ્યક્તિ છું. પરંતુ કરિનાએ જ ફિલ્મમેકર્સને પોતાની ફિલ્મમાં મને એક્ટિંગ માટે લેવાનું કહ્યું હતું. તે મારી ફિલ્મ્સ જુએ છે અને મને પડદા પર જોઇને ખૂબ એન્જોય કરે છે."
-વિક્રમ ફડનીસ અને પોમ્પી જૂના મિત્રો છે. જેને લીધે જ તેને આ ફિલ્મ મળી છે. 'હ્રદયાંતર' એ એક ઇમોશનલ ડ્રામા ફિલ્મ છે. જે 9 જુનના રોજ રીલિઝ થશે.
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: I never thought I would get an opportunity in movies says Pompy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended