Home »Gossip» Karisma Introduces Boyfriend Sandeep Toshniwal To Guests

Inside Photos:કરિશ્માએ BFને મળાવ્યો મહેમાનોને, નીતુએ છલકાવ્યો જામ

divyabhaskar.com | Feb 17, 2017, 08:00 AM IST

  • પિતા સાથે કરિશ્મા-કરીના(ઉપર), ડાબેથી(નીચે)બોયફ્રેન્ડ સંદીપ સાથે કરિશ્મા અને દારૂના ગ્લાસ સાથે નીતુ
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણધીર કપૂરના 70માં બર્થ ડે પર એક શાનદાર પાર્ટી યોજાઈ હતી. કરિશ્મા કપૂરે પિતાના જન્મ દિવસની પાર્ટીના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. જેમાં રણધીર બન્ને દીકરીઓ અને જમાઈ સૈફ અલી ખાન સાથે જોવા મળે છે. આ ફોટો પોસ્ટ કરતા કરિશ્માએ લખ્યું કે, "#DaddyKaBirthdayAya ~ Randhir Kapoor's birthday party! Oh too much good looking people in one frame though! Well selfie goals." કરિશ્માએ બોયફ્રેન્ડ સંદીપને મળાવ્યો બોલિવૂડ સેલેબ્સ સાથે
 
જોકે આ પાર્ટીમાં સૌથી વધુ ચર્ચા કરિશ્મા કપૂર અને સંદીપ તોશ્નીવાલની થઈ હતી. કરિશ્માએ અહીં સંદીપનો પહેલીવાર બોલિવૂડ સેલેબ્સ સાથે પરિચય કરાવ્યો હતો. બન્ને સતત સાથે હતા અને મહેમાનોને મળતા જોવા મળ્યા હતા. આ કપલ સાથે કરિશ્માની મોમ બબિતા પણ જોવા મળી હતી.
 
2014થી ચાલે છે સંબંધોની ચર્ચા
બન્ને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેના સંબંધોને લઈ વર્ષ 2014થી અનેક મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે. હાલ કરિશ્મા સંજય કપૂર સાથે ડિવોર્સ લઈ ચૂકી છે. હવે સંદીપ પણ ડિવોર્સ બાદ પોતાના અને કરિશ્માના સંબંધોને આગળના લેવલે લઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
 
પત્નીને મેન્ટલ ગણાવી સંદીપે માગ્યા છે ડિવોર્સ
સંદીપ તોશ્નીવાલ ટૂંક સમયમાં જ ડૉક્ટર પત્ની  આશ્રિતા સાથે ડિવોર્સ લઈ શકે છે. રિપોર્ટ્સ છે કે સંદીપે આશ્રિતાને મેન્ટલ ગણાવી ડિવોર્સ ફાઈલ કર્યા છે.  તેનું કહેવું છે કે, તેની રિલેશનશીપ પર પત્નીની માનસિક બીમારની અસર પડી રહી હોવાથી તે ડિવોર્સ લેવા જઈ રહ્યો છે.
 
રણબિરની મોમે છલકાવ્યો જામ
આ પાર્ટીમાં કપૂર ફેમિલી અને બીજા નિકટના મિત્રો સામેલ થયા હતા. જેમાં બિગ બી, રેખા, રણબિર કપૂર, રીશી-નીતુ, સલીમ ખાન, પૂનમ ધિલ્લોના, રાજીવ કપૂર અને શશી તથા શમ્મી કપૂરના સંતાનો અને રણધીર કપૂરના બનેવીઓ પણ આવ્યા હતા. તેમાં પણ નીતુના હાથમાં તો જામ છલકાતો જોવા મળ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં રણધીર કપૂરની બર્થ ડે પાર્ટીના અંદરના ફોટોઝ
 
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Karisma Introduces Boyfriend Sandeep Toshniwal To Guests
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext