Home »Gossip» Bollywood Actor Vivek Oberoi Invested In Gujarat State

શહિદોના પરિવારને ઘર આપનાર એશના Ex BF પાસે જાણો કેટલી છે સંપત્તિ

divyabhaskar.com | May 14, 2017, 13:18 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય ફિલ્મ્સમાં તો સફળ થઈ શક્યો નહીં પરંતુ દેશ પ્રત્યેની ફરજો નિભાવવામાં આગળ હોય છે. હાલમાં જ છત્તીસગઢમાં શહિદ થયેલા પરિવારના સભ્યોને મહારાષ્ટ્રમાં થાનેમાં 25 ફ્લેટ્સ આપવાની જાહેરાત કરી છે. વિવેક ઓબેરોય ભલે બોલિવૂડમાં નિષ્ફળ ગયો પરંતુ તે અન્ય બિઝનેસ કરીને કમાણી કરે છે. એક ચર્ચા મુજબ તેની પાસે 90 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં એશ તથા વિવેક ઓબેરોયના સંબંધો ઘણાં જ ચર્ચામાં રહ્યાં હતાં.

એક ફિલ્મ માટે લે છે આટલા કરોડઃ
વિવેક ઓબેરોય એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા લે છે. વિવેક ઓબેરોયનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. વિવેક ઓબેરોય પાસે 1 કરોડ 40 લાખ ડોલરની સંપત્તિ છે. એટલે કે તેની પાસે અંદાજે 90 કરોડની પ્રોપર્ટી છે. વિવેક ઓબેરોયની પોતાની કન્સ્ટ્રક્શન કંપની પણ છે. કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ નામની આ કંપનીએ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં શાહપુરમાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ વિવેકે 15 હજારથી વધુ પરિવારને 7 લાખ 90 હજારમાં ઘર આપ્યા હતાં. આગામી દિવસોમાં આ ટાર્ગેટ 5 લાખ પરિવારોને ઘર આપવાનો છે.

અનેક સ્ટાર્ટ અપમાં કર્યું છે રોકાણઃ
વિવેક ઓબેરોયે અનેક સ્ટાર્ટ અપમાં પણ રોકાણ કર્યું છે. આમાંથી મોટા ભાગના સ્ટાર્ટ અપ હેલ્થ તથા એજ્યુકેશનના છે. 

ગુજરાતમાં કર્યું છો રોકાણઃ
વિવેક ઓબેરોયે ધોળકામાં વર્લ્ડ ક્લાસ રિસોર્ટ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વર્ષ 2013ની વાઇબ્રન્ટ સમિટમાં 200 કરોડના મૂડી રોકાણ માટેના એમઓયુ કર્યા હતા. વિવેકે કહ્યું હતું કે, ‘અમે હવે મૂડી રોકાણ બમણું એટલે કે, અંદાજે 400 કરોડનું કરવાનો નિર્ણય કર્યો છે. અમે સ્થળ પર કામ શરૂ કરી દીધું છે, કમ્પાઉન્ડ વોલ બની ગઇ છે અને સૌ પહેલા ક્લબ હાઉસ તૈયાર કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ ગોવાની થીમ પર જ રહેશે. સ્થાનિક લોકો વીક એન્ડમાં કાર ડ્રાઇવ કરીને અહીં આવી શકશે અને તમામ પ્રકારની સુવિધા માણી શકશે. વૃદ્ધોથી લઈને બાળકો સુધીના લોકો પોતાના પરિવાર સાથે અહીં આવી શકે તેવું વાતાવરણ અમે સર્જવા ઇચ્છીએ છીએ.’

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, આ પહેલાં પણ સુનામી પીડિત, રૂપજીવિનીઓની પુત્રીના પુનર્વસન સહિતની કરી ચૂક્યો છે મદદ....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actor vivek oberoi invested in gujarat state
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended