Home »Gossip» Know About Glamourous Bollywood Actresses Who 40 Plus

બચ્ચન બહુથી મલાઈકા સુધી, 40 વર્ષ બાદ પણ ગ્લેમરસ લાગે છે આ એક્ટ્રેસિસ

divyabhaskar.com | Jun 18, 2017, 00:04 AM IST

મુંબઈઃ મોટા ભાગની એક્ટ્રેસિસનું સૌંદર્ય 40 વર્ષ બાદ ઝાંખુ પડવા લાગે છે. તેમાં પણ લગ્ન બાદ તો કરિયર પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. જોકે હવે સમય બદલાયો છે અને 40 વર્ષ બાદ પણ ગ્લેમરસ લુક ધરાવતી અનેક બોલિવૂડ એક્ટ્રેસિસ છે. આ યાદીમાં ઐશ્વર્યા રાયથી લઈ મલાઈકા અરોરા સહિતની એક્ટ્રેસિસનો સમાવેશ થાય છે.
 
ઐશ્વર્યા રાય બચ્ચન
1 નવેમ્બરના રોજ મેંગાલુરુમાં જન્મેલી ઐશ્વર્યાએ મોડલિંગની સાથે સાથે એક્ટિંગ જગતમાં પણ ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. 'ઇરૂવર'થી ડેબ્યૂ કરનાર ઐશ્વર્યા રાયના ખાતામાં ‘હમ દિલ દે ચૂકે સનમ’(1999), ‘તાલ’(1999), ‘મોહબ્બતેં’(2000), ‘દેવદાસ’(2002), ‘ધૂમ 2’(2006), ‘ગુરૂ’(2007), ‘જોધા અકબર’(2008), ‘રોબોટ’(2010) જેવી અનેક ફિલ્મ્સ છે. 2010 બાદ તેણે 5 વર્ષનો બ્રેક લીધો. આ દરમિયાન તેણે દીકરી આરાધ્યાને જન્મ આપ્યો અને તેની પરવરિશ કરી. ઐશ્વર્યાએ 2015માં ‘જઝ્બા’ ફિલ્મથી કમબેક કર્યું હતું. કમબેક બાદ તેણે ‘સરબજીત’(2016) અને 'એ દિલ હૈ મુશ્કિલ'(2016) માં જોવા મળી હતી.
 
ઐશ્વર્યાએ વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને બચ્ચન બહુ બની હતી. આ લગ્ન દ્વારા તે આરાધ્યા નામની દીકરીની મા પણ બની હતી. હાલ તે પાંચ વર્ષની આરાધ્યાના ઉછેરની સાથે સાથે ગ્લેમર જગતમાં પણ ખૂબ એક્ટિવ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો 40 વર્ષ બાદ પણ ગ્લેમરસ લાગી રહેલી એક્ટ્રેસિસ અંગે
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about Glamourous bollywood actresses who 40 plus
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended