Home »Gossip» This Actress Gave Birth To A Baby Girl Live On Camera For A Film

આ બાળકીનો જન્મ થયો'તો રિયલ શૂટ, આવી થઈ ગઈ 'ઈશ્ક'ની આ એક્ટ્રેસ

divyabhaskar.com | Feb 17, 2017, 09:04 AM IST

  • ઈન્સેટમાં દીકરીના સીન સમયે અને એક ફિલ્મના સીનમાં શ્વેતા મેનન
હૈદરાબાદઃ 'ઈશ્ક' ફિલ્મના 'હમ કો તુમ સે પ્યાર હૈ...' ફેમ અને સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ શ્વેતા મેનન 'કાલીમન્નૂ'માં લાઈવ ડિલવરી શૂટ કરી ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં આ લાઈવ ડિલવરીનો સીન 45 મિનિટનો હતો. આ સમયે તેને બાળકીને જન્મ આપ્યો હતો, તેનું નામ સબાઈના રાખ્યું છે અને હાલ તે પાંચ વર્ષની થઈ ગઈ છે. મલયાલમ ફિલ્મથી કરી હતી શરૂઆત
 
શ્વેતા કેરલના તિરૂરથી માયાનગરીમાં આવી છે. તેના પિતા ભારતીય વાયુસેનામાં અધિકારી હતાં જ્યારે તેની માં હાઉસ વાઇફ હતી.શ્વેતાએ કેન્દ્રીય વિદ્યાલય નં-1 કોઝીકોડમાં શિક્ષણ મેળવ્યું છે. શ્વેતાએ 'અનાશ્વરમ' ફિલ્મથી કરિયર શરૂ કરી હતી.
 
મિસ ઈન્ડિયા સ્પર્ધામાં એશ-સુસ બાદ આવી હતી ત્રીજા નંબર પર
શ્વેતાએ મલયાલમ ફિલ્મ્સથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે મોડલીંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. બસ ત્યાંથી જ તેમને અલગ ઓળખ મળવા લાગી હતી. વર્ષ 1994માં તેમણે મિસ ઇન્ડિયામાં પણ ભાગ લીધો હતો.જ્યાં તેમને એશ્વર્યા અને સુસ્મિતા બાદ ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયું હતું. વર્ષ 2006માં તે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી ગઈ હતી. તેણીએ ફિલ્મ સિવાય ટીવી શોઝ, એવોર્ડ્સ અને અન્ય કાર્યક્રમોનું એન્કરીંગ પણ કર્યું છે.
 
લાઈવ ડિલવરી શૂટ
શ્વેતાએ વર્ષ 2013માં રીલિઝ થયેલી ફિલ્મ 'કાલીમન્નૂ'માં લાઈવ ડિલવરી સીન શૂટ કર્યો હતો. ડિરેક્ટર બ્લેસીએ શ્વેતાના બાળકના જન્મની ઘટનાને લાઈવ રેકોર્ડ કરી હતી. જે ફિલ્મનો ખાસ હિસ્સો હતો. ફિલ્મના ડિરેક્ટરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે શ્વેતા જ્યારે પાંચ મહિનાની હતી ત્યારે લાઈવ રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.
 
ત્રણ કેમેરાથી કર્યું હતું શૂટ
આ સીન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ માટે ડિરેક્ટરે ત્રણ કેમેરાનો ઉપયોગ કર્યો હતો. આ શૂટ દરમિયાન ડૉક્ટર અને નર્સ સહિત ક્રુના ત્રણ સભ્યો હાજર હતાં. આ ફિલ્મ 2013માં રીલિઝ થઈ હતી. જેને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સમીક્ષકોનું કહેવું હતું કે, આ એક અદભૂત ફિલ્મ છે અને તેમાં સમાજને મેસેજ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ તેલુગુમાં પણ ડબ કરવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો 'હમ કો તુમ સે પ્યાર હૈ...' સોંગમાં આમિર-અજય સાથે કામ કરવાથી લઈ બોલિવૂડ કરિયર અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Actress Gave Birth to a Baby Girl Live on Camera for a Film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended