Home »Gossip» See: Photos From Kingfisher Bikini Calendar 2017

કિંગફિશર કેલેન્ડરમાં જોવા મળશે 'બિગ બોસ'ની Ex સ્પર્ધક સહિતની મોડલ્સ

divyabhaskar.com | Jan 11, 2017, 08:00 AM IST

  • ડાબેથી નોરા ફતેહી અને કનિષ્ઠા ધનકડ
મુંબઈઃ ઈન્ડિયામાં ફિમેલ મોડલ્સ માટે બેસ્ટ લોન્ચીગ પ્લેટફોર્મ તરીકે પોપ્યુલર કિંગફિશર કેલેન્ડર 2017 માટે અનેક મોડલ્સે ફોટોશૂટ કરાવ્યું છે. ચાલુ વર્ષના આ કેલેન્ડરમાં 'બિગ બોસ'ની એક્સ સ્પર્ધક નોરા ફતેહીથી લઈ અનેક મોડલ્સ જોવા મળશે. આ ફોટોશૂટ ફેશન ફોટોગ્રાફર અને 'નીરજા' ફિલ્મના પ્રોડ્યુસર અતુલ કાસ્બેકરે કર્યું છે. અતુલે ગ્રીસના માઈકોનોસમાં આ મોડલ્સ સાથે ફોટોશૂટ કર્યું. અતુલ શરૂઆતથી જ કિંગફિશર કેલેન્ડર સાથે સંકળાયેલો છે. 2003માં થઈ હતી શરૂઆત
 
કિંગફિશર કેલેન્ડરની શરૂઆત 2003માં થઈ હતી. તેને વિજય માલ્યાના યુબી ગ્રુપ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. 2016નું કેલેન્ચર માલ્યાના બર્થ ડે પર લોન્ચ કરવામાં આવ્યું હતું.વર્ષ 2010થી આ કેલેન્ડર માટે હન્ટ કોમ્પિટીશનની શરૂઆત થઈ હતી.

મોડલ બનવા માટે આ છે જરૂરી
ફેશન ફોટોગ્રાફર અતુલ કાસ્બેકરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કિંગ ફિશર મોડલ બનવા માટે લુક્સ સિવાય ટોન્ડ(toned), ફિટ બોડી હોવું જરૂરી છે. મોડલની હાઈટ 5 ફિટ 8 ઈંચ અથવા તો તેનાથી ઉંચી હોવી જોઈએ. રંગ શ્યામ હોય કે ગોરો તેનો કોઈ ફેર પડતો નથી. લાંબા લેગ્સ વાળી મોડલ્સને પ્રાથમિકતા આપવામાં આવે છે.
 
આગળની સ્લાઈડ્સમાં કિંગફિશર કેલેન્ડર 2017 પર ક્યા મહિને કઈ મોડલ જોવા મળશે તે અંગે જાણો
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: see: Photos From Kingfisher Bikini Calendar 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended