Home »Gossip» Memorable Photos Of Aishwarya Rai And Father Krishnaraj Rai

પિતાની બેહદ નિકટ હતી ઐશ્વર્યા, હવે Memory બની ચૂક્યા છે આ Photos

divyabhaskar.com | Mar 20, 2017, 08:00 AM IST

  • માતા બ્રિન્દા અને પિતા કૃષ્ણરાજ રાય સાથે ઐશ્વર્યા
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણ રાજ રાયનું 18 માર્ચના રોજ કેન્સરની બીમારીને કારણે અવસાન થયું છે. લગભગ એક મહિના પહેલા તબિયત લથડ્યા બાદ કૃષ્ણરાજ રાયને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ જ્યારથી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારથી દીકરી એશ, જમાઈ અભિષેક અને વેવાઈ અમિતાભ તેનો ખ્યાલ રાખી રહ્યા હતા.એશને દરેક મુશ્કેલીમાં આપ્યું માર્ગ દર્શન
 
- ઐશ્વર્યાના પિતાએ તેને કરિયર બનાવવાથી લઈ દરેક મુશ્કેલીમાં માર્ગદર્શન આપ્યું. માત્ર એટલું જ નહીં, તેને રિલેશનશીપ ટીપ્સ પણ આપતા હતા.
- કૃષ્ણરાજ રાયે ઐશ્વર્યા રાય અને અભિષેકના લગ્ન માટે પોતાના ફેમિલીને મનાવ્યું હતું. જ્યારે એશ પતિ અભિ કરતા ઉંમરમાં બે વર્ષ મોટી છે.
- કૃષ્ણ રાજ રાય ઐશ્વર્યાના સસરા અમિતાભ બચ્ચનના સારા મિત્ર હતા. બન્ને ઘણીવાર ખૂબ વાતો કરતા પણ જોવા મળ્યા હતા. બુક્સ અને કવિતાને લઈ બન્નેનું બોન્ડીગ સારું હતું.
- ઐશ્વર્યાએ પોતાના પિતાની ખૂબ નજીક હતી.
 
મરીન બાયોલોજીસ્ટ હતા એશના પિતા
- મૂળ મેંગ્લોરના રહેવાસી ક્રિષ્ના રાજ રાય મરીન બાયોલોજીસ્ટ હતા. તેમની પત્ની બ્રિન્દા રાય રાઈટર છે.
- તેમને ઐશ્વર્યા અને આદિત્ય રાય નામના બે સંતાન હતા. જેમાં ઐશ્વર્યા બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે.
- જ્યારે તેનો દીકરો આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનયર છે. આદિત્યએ મોડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. તેઓ હાલ એક દીકરાના પેરેન્ટ્સ છે.
 
આગળની સ્લાઈડ્સમાં ઐશ્વર્યા રાયના પિતા સાથેના યાદગાર ફોટોઝ
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: memorable photos of Aishwarya Rai and father Krishnaraj Rai
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended