Home »Gossip» Shah Rukh Khan Tastes Dal Baati In Golden Plate, Glass And Bowl

શાહરૂખ ચાંદીના બાજોઠ પર સોનાની થાળીમાં જમ્યો દાલ-બાટી

divyabhaskar.com | Jul 16, 2017, 12:08 PM IST

  • સોનાની થાળીમાં વાનગીઓ જોઈ રહેલો એસઆરકે અને રાજસ્થાની લુકમાં કિંગ ખાન
જયપુરઃ શાહરૂખ ખાન હાલ પોતાની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશનમાં બિઝી છે. તેણે બે દિવસ સુધી આ ફિલ્મનું રાજસ્થાનમાં પ્રમોશન કર્યું અને શનિવાર(15 જુલાઈ)ના રોજ તે જયપુરમાં હતો. તેણે અહીં પહેલીવાર સોનાના વાસણમાં દાલ-બાટી અને ચૂરમું પણ ખાધું હતું. 14 કટોરીમાં પીરસવામાં આવી હતી રાજસ્થાની વાનગી

-શાહરૂખ પોતાની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશનમાં જયપુર માટે આવ્યો હતો. તેણે અહીંના ફેમસ રાજસ્થાની ફૂડ રેસ્ટોરન્ટમાં પહેલીવાર સોનાની થાળીમાં દાલ-બાટી અને ચૂરમું ખાધું હતું.
-શાહરૂખ ખાનને 14 કટોરીઓમાં રાજસ્થાની ફૂડ પીરસવામાં આવ્યું હતું. શાહરૂખે બે બાટી ખાધી. તેની સાથે તેણે ગટ્ટાની સબ્જી, કેર સાંગરી, કઢી, ઘેવર, માલપુવા, કેસરની ખીર, બેસનનું ચૂરમું,  પ્લેન ચૂરમું અને રાજસ્થાની પાપડ પણ ખાધો હતો.
- રેસ્ટોરન્ટના સંચાલક મનીષ શર્માએ જણાવ્યું કે, તેણે પહેલીવાર રાજસ્થાનની દાલ-બાટી અને ચૂરમું ખાધું છે અને તેને આ ખૂબ ટેસ્ટી લાગ્યું.
 
ખાતા પહેલા રાજસ્થાની સ્ટાઈલમાં ક્લિક કરાવ્યા ફોટોઝ
- શાહરૂખ ખાને રાજસ્થાની ફૂડ રેસ્ટોરન્ટ પર લંચ કરતા પહેલા રાજસ્થાની સ્ટાઈલમાં પીળા રંગનો સાફો પહેરી ફોટો ક્લિક કરાવડાવ્યો.
- શાહરૂખે આ દરમિયાન પોતાના હાથમાં તલવાર પણ પકડી રાખી હતી અને રાજવીના અંદાજમાં પોઝ આપ્યા હતા.
 
સોનાના વાસણો હતા ખાસ
- શાહરૂખ ખાનને સોનાની થાળી અને કટોરીમાં રાજસ્થાની ફૂડ પીરસવામાં આવ્યું હતું. આ સિવાય તેણે સોનાના ગ્લાસમાં પાણી પીધું હતું.
- તે ચાંદીના બાજોઠ પર ભોજન કરાવવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટના માલિક મનીષ શર્માએ જણાવ્યું કે, શાહરૂખને મહારાજા થાળી સર્વ કરવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં સોનાની થાળીમાં જમેલા શાહરૂખ ખાનના ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shah rukh khan tastes Dal Baati in golden plate, glass and bowl
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended