Home »Gossip» Karishma To Raveena: Celebrity Couples Who Cancelled Their Weddings

રવિના-કરિશ્માથી લઈ સલમાન સુધી, આ સ્ટાર્સે છેલ્લી ઘડીએ પડતા મુક્યા લગ્ન

divyabhaskar.com | Apr 19, 2017, 15:26 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં મોટા ભાગના સ્ટાર્સના અફેર રહ્યા છે અને લગ્ન પહેલા એકબીજાને ડેટ પણ કર્યા છે. જોકે તેમાં અમુક સંબંધો તો સગાઈ સુધી પણ પહોંચ્યા, પરંતુ છેલ્લી ઘડીએ આ લગ્ન તૂટી ગયા હતા. તેમાં રવીના ટંડન અને અભિષેક બચ્ચનથી લઈ સલમાન અને કરિશ્મા સુધીના સેલેબ્સ સામેલ છે. આ પેકેજમાં અમે છેલ્લી ઘડીએ લગ્ન પડતા મુકનારા સેલેબ્સ અંગે જણાવી રહ્યા છીએ.
 
અક્ષય કુમાર-રવિના ટંડન
ફિલ્મ 'મોહરા'માં રવીના ટંડન અને અક્ષયે સાથે કામ કર્યું હતું. ફિલ્મની સફળતા બાદ બન્ને નિકટ આવ્યા. અક્ષય અને રવીનાનું ત્રણ વર્ષ અફેર ચાલ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં રવીનાએ એક બીજો પણ ખુલાસો કર્યો હતો કે, તેણે મંદિરમાં અક્ષય સાથે સિક્રેટલી સગાઈ કરી હતી. રવિના મુજબ, અક્ષયને તેની પોપ્યુલારિટી ઘટવાનો ડર હોવાથી આ વાત સિક્રેટ રાખી હતી.
બન્ને લગ્ન કરવા સુધી પહોંચી ગયા હતા, પણ આ દરમિયાન બન્ને વચ્ચે શિલ્પા શેટ્ટીએ એન્ટ્રી મારી અને બન્નેને અલગ કરી દીધા. એક ચર્ચા મુજબ, અક્ષય રવીનાની સાથે સાથે શિલ્પાને ડેટ કરતો હતો. ત્યાર બાદ બન્ને અલગ થઈ ગયા અને અક્ષયે ટ્વિંકલ સાથે જ્યારે રવીનાએ અનિલ થડાણી સાથે લગ્ન કરી લીધા.
 
રવિના ટંડન અને શિલ્પા શેટ્ટી બન્ને એવી એક્ટ્રેસિસ છે. જેના વિશે એવું કહેવાય છે કે તેઓ એક સમયે અક્ષય કુમારની ગર્લફ્રેન્ડ હતી. બન્ને સાથે સગાઇના ન્યૂઝ પણ મીડિયામાં આવી ચૂક્યા છે. જોકે, તે બન્નેમાંથી કોઇ અક્ષયની વાઇફ બની ન શકી. અક્ષયે રાજેશ ખન્નાની દીકરી ટ્વિંકલ સાથે લગ્ન કર્યા છે.
 
ત્રણ મહિનામાં જ તૂટી હતી અભિષેક-કરિશ્માની સગાઇ
 
કરિશ્મા અને અભિષેક શ્વેતાના લગ્ન બાદ મળ્યા હતા. શ્વેતાના લગ્ન કરિશ્માના ફઇ બાના દીકરા સાથે થયા છે. લગ્ન દરમિયાન બન્ને એકબીજાની નજીક આવ્યા. આ દરમિયાન અભિષેક બચ્ચનને ડેબ્યુ ફિલ્મ 'રેફ્યુજી' મળી. એક ચર્ચા મુજબ, ફિલ્મના સેટ પર કરીના અભિષેકને જીજુ કહીને બોલાવતી હતી. ત્યાર બાદ અમિતાભે પોતાના બર્થ ડે પર ઓક્ટોબર 2002માં કરિશ્મા કપૂર સાથે સગાઇ અંગે જાહેરાત કરી હતી. પરંતુ તેઓ વધારે સમય સાથે ન રહ્યાં. જાન્યુઆરી 2003માં આ સગાઇ તૂટી હતી. એવું માનવામાં આવે છે કે,બબિતાને અભિષેક પસંદ નહોતો. આ સમયે અભિની ફિલ્મ્સ પણ ફ્લોપ થઈ રહી હતી, જ્યારે કરિશ્મા ટોચની એક્ટ્રેસ હતી. ત્યાર બાદ અભિષેકે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અને કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા. કરિશ્માથી ડિવોર્સ લીધા બાદ સંજયે તાજેતરમાં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સલમાનથી લઈ વિવેક સુધીના છેલ્લી ઘડીએ લગ્ન કેન્સલ કરનારા સલેબ્સ અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: karishma to raveena: Celebrity Couples Who Cancelled Their Weddings
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended