Home »Gossip» Banned From Bollywood, Heres What These Pakistani Actors Are Up To Now

'રઈસ'ની પત્ની સહિત બોલિવૂડમાં Banned થયા બાદ આ કામ કરે છે પાક. એક્ટર્સ

Onkar Kulkarni | May 17, 2017, 16:38 PM IST

મુંબઈઃગત વર્ષે ઉરી પર થયેલા હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાની કલાકારો સામે વિરોધ ફાટી નીકળ્યો હતો. ત્યાર બાદ આ કલાકારોને બોલિવૂડમાં કામ આપવાનું બંધ થઈ ગયું. જેમાં ફવાદ ખાનથી લઈ અલી ઝફર સુધીના સ્ટાર્સ સામેલ છે. વિવાદ સમયે તેઓએ ભારત છોડીને વતન પાકિસ્તાન જવું પડ્યું હતું. માત્ર એટલું જ નહીં, તેઓને તેમની ફિલ્મનું પ્રમોશન કરવાની પણ તક મળી નહીં. હાલ વધુ એક બોલિવૂડ એક્ટ્રેસ સબાહ કમર 'હિન્દી મીડિયમ'થી બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. જોકે સબાહ પણ આ કારણે જ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે ભારત આવી શકી નથી. તેમજ ફવાદ ખાન, અલી ઝફર, સારા લોરેન, માવરા હોકેન, ઈમરાન અબ્બાસ અને હુમૈમા મલિક સહિતના સ્ટાર્સ હાલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા છે. જેને લઈ divyabhaskar.comએ હાલ તેઓ શું કરી રહ્યા છે તે અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. માહિરાએ 'રઈસ'થી કર્યું હતું બોલિવૂડ ડેબ્યુ
 
માહિરાએ ગેંગસ્ટર અબ્દુલ લતિફ પર આધારિત 'રઈસ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સામે શાહરૂખ ખાન હતો અને તે ફિલ્મના પાત્ર રઈસના રોલમાં જોવા મળી હતી. હાલ માહિરા ખાનની બે પાકિસ્તાની ફિલ્મ્સ પાઈપલાઈનમાં છે. જેમાં એકનું નામ 'વર્ના' અને બીજી 'મૌલા જટ્ટ 2' છે.
 
 
આગળની સ્લાઈડ્સમાં જાણો બોલિવૂડમાં પ્રતિબંધિત થયા બાદ ફવાદ ખાનથી લઈ અલી ઝફર અને હુમૈમા મલિક સહિતના પાકિસ્તાની સ્ટાર્સ શું કરે છે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Banned From Bollywood, Heres What These Pakistani Actors Are Up To Now
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended