Home »Gossip» This Man Teaches The Hindi Language To Bollywood Celebrities

આ વ્યક્તિના શિષ્યો અને શિષ્યા છે કેટરિનાથી લઈ રણબિર સહિતના બોલિવૂડ સ્ટાર્સ

divyabhaskar.com | May 18, 2017, 00:04 AM IST

મુંબઇઃ 19મેના રોજ સાકેત ચૌધરી નિર્દેશિત અને ઈરફાન ખાન-સબાહ કમર સ્ટારર 'હિન્દી મીડિયમ' ફિલ્મ રીલિઝ થઈ રહી છે. બોલિવૂડમાં કોમ્યુનિકેશન માટે હિંદી ભાગ્યે જ વાપરવામાં આવે છે. સ્ટાર્સ જે ભાષા પડદા પર સહેલાઇથી બોલતા દેખાય છે તે જ ભાષામાં વાત કરતાં અનેકવાર અચકાય છે. તો આ સમસ્યા માટે આખરે તેઓ શું કરે છે. આનો જવાબ છે વિદુર ચતુર્વેદી. કેટરિના કૈફથી લઈ રણબિર કપૂર સહિતના સ્ટાર્સ તેમની પાસેથી હિંદી શીખ્યા છે.
 
મુંબઇમાં ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે વિદુર ચતુર્વેદી

-વિદુર ચતુર્વેદી એ વ્યક્તિ છે જે બોલિવૂડ સ્ટાર્સની ભાષા તેમજ ઉચ્ચારણો સુધારવામાં મદદ કરે છે. 'ભાષા અને ઉચ્ચારણ'ના લેખક મુંબઇમાં એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે જેમાં તેઓ સ્ટાર્સને એક્ટિંગ અને ઉચ્ચારણો વિશે તાલિમ આપે છે.
-બોલિવૂડ સેલિબ્રિટીમાંથી જેને વિદુર ચતુર્વેદીએ તાલિમ આપી છે એવા સ્ટાર્સમાં સૈફ અલી ખાન તેમજ તેની બહેન સોહા અલી ખાનનો પ્રથમ નંબર આવે છે.
 
કેટરિના કૈફને આપી હિંદી બોલવાની તાલિમ
-સૈફ,સોહા ઉપરાંત કેટરિના કેફ જેવા ફોરેન સ્ટાર્સ જેઓ બોલિવૂડમાં આવતા હતા તેને પણ તાલિમ આપવાની શરૂઆત કરી.
-પ્રકાશ ઝા ની 'રાજનીતિ' માટે હિંદી સારી રીતે બોલી શકાય તે માટે કેટરિના કૈફ વિદુર ચતુર્વેદીના ક્લાસની નિયમીત સ્ટુડન્ટ બની હતી.
 
'રાજનીતિ' દરમિયાન કેટરિનાએ સખત મહેનત કરી
-કેટરિના સાથેનું સેશન યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, " ફિલ્મ 'રાજનીતિ' દરમિયાન કેટરિનાએ સખત મહેનત કરી હતી. કારણકે તેને શુદ્ધ હિંદીમાં કેટલીક લાઇનો યાદ કરવાની હતી. તેણે જે રીતે પર્ફેક્ટ હિંદી ઉચ્ચારણો બોલ્યાં છે. તે ખરેખર અમેઝિંગ છે.જ્યારથી તે મારા ક્લાસમાં આવી છે ત્યારથી તે મારી સાથે સંપર્કમાં છે."

-એવું કહેવામાં આવે છે કે કેટરિના કૈફને સારી હિંદી બોલતા જોઇને સલમાન ખાને અતુલ અગ્નિહોત્રી(બોડીગાર્ડના પ્રોડ્યુસર)ને ફિલ્મની એક્ટ્રેસ હેઝલ કીચને પણ હિંદી શીખવા માટે વિદુર ચતુર્વેદી પાસે જવાનું કહ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો રણબિર કપૂરથી લઈ વરૂણ ધવન સુધીના સ્ટાર્સને હિંદી શીખવનારા વિદુર અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Man Teaches the hindi Language to Bollywood Celebrities
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended