Home »Gossip» Vijay Mallyas Son Sidharth Mallya Live A Luxurious Life Style

Party Animal છે સિદ્ધાર્થ માલ્યા, એક સમયે હતો દીપિકાના પ્રેમમાં ગળાડૂબ

divyabhaskar.com | Apr 19, 2017, 00:04 AM IST

  • દીપિકા પાદુકોણ અને વિરાટ કોહલી સાથે સિદ્ધાર્થ માલ્યા
મુંબઈઃ 13 મહિનાથી લંડન ભાઈ ગયેલા લિકર કિંગ વિજય માલ્યાની 18 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે તેને 3 કલાકમાં જ જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, માલ્યા પર 9000 કરોડ રૂપિયાનું દેણું છે. માલ્યા પર દેવું ભલે ગમે એટલું હોય પણ તેનો દીકરો અને પોતે ઐય્યાશી કરવામાં જરાપણ પાછા પડ્યા નથી. માલ્યા સાથે તેનો દીકરો સિદ્ધાર્થ પણ હાલ વિદેશમાં જ રહે છે.  સિદ્ધાર્થ સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે અને પોતાના અંગત ફોટોઝ પણ શેર કરતો રહે છે. એક સમયે દીપિકાના પ્રેમમાં હતો ગળાડૂબ
 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક એવા વિજય માલ્યાનો દીકરો સિદ્ધાર્થ એક સમયે આઈપીએલ મેચ બાદ પાર્ટી કરતો હતો. તેને પાર્ટી એનિમલ કહો તો પણ કંઈ ખોટું ગણાશે નહીં. માત્ર એટલું જ નહીં, તેનું નામ દીપિકાથી લઈ ફ્રીડા પિન્ટો સહિત અનેક એક્ટ્રેસિસ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તેમાં પણ 2010માં દીપિકા સાથે તે દરેક મેચમાં અને બાદની પાર્ટીઝમાં જોવા મળતો હતો.
 
પીટરસને દીપિકા સાથેના સંબંધો અંગે કર્યો હતો ખુલાસો
 
માત્ર એટલું જ નહીં એકવાર તો ઈંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પિટરસને દીપિકા અને સિદ્ધાર્થના સંબંધોની પોલ ખોલી નાંખી હતી. કેવિન પીટરસને ટ્વિટર પર સિદ્ધાર્થ અને દીપિકાના પ્રેમ સંબંધની વાત લોકો સમક્ષ રજૂ કરી દીધી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં સિદ્ધાર્થના દીપિકા પાદુકોણથી લઈ પ્રિટી ઝિન્ટા સહિતની એક્ટ્રેસિસ સાથે તથા બીજી પાર્ટીઝ અને લાઈફ સ્ટાઈલના ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vijay mallyas son sidharth Mallya live a luxurious life style
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended