Home »Gossip» Sunny Leone Buys A Massive Bungalow On 1acre Of Land In Los Angeles

43 હજાર સ્કવેરફૂટમાં ફેલાયેલો છે સનીનો બંગલો, ગેટ પર 2 ફૂટની બાપ્પાની મૂર્તિ

divyabhaskar.com | May 18, 2017, 16:28 PM IST

  • સની લિયોનનો લોસ એન્જલસમાં આવેલો બંગલો
લોસ એન્જલસઃએડલ્ટ સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બની ગયેલી સની લિયોને અમેરિકાના લોસ એન્જલસમાં એક ભવ્ય બંગલો ખરીદ્યો છે. સનીનું આ નવું ઘર બેવર્લી હિલ્સથી 30 મિનિટની ડ્રાઈવ પર શેરમન ઓક્સમાં આવેલું છે. આ સ્થળ હોલિવૂડ સેલિબ્રિટીના ઘર તરીકે જાણીતું છે. 43 હજાર સ્કવેરફૂટમાં ફેલાયેલા આ બંગલોના ગેટ પર બે ફુટની ગણપતિની મૂર્તિ મુકવામાં આવી છે. સનીએ આ ઘરના ફોટોઝ ટ્વિટ કરીને લખ્યું કે, શહેરની વચ્ચે આવેલું અમારું નાના દેશ જેવું 1 એકરમાં ફેલાયેલું ઘર.
 
બંગલોમાં છે સ્વિમિંગ પૂલથી લઈ આઉટડોર ડાઇનિંગ જેવી સુવિધાઓ

સનીના નવા બંગલોમાં પાંચ બેડરૂમ્સ, સ્વિમિંગ પૂલ, હોમ થિયેટર, મોંઘોદાટ ગાર્ડન, આઉટડોર ડાઈનિંગ એરિયા જેવી લક્ઝરીયસ સુવિધાઓ છે. આ અંગે તેના પતિ ડેનિયલ વેબરે એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,''સની અને હું લાંબા સમયથી આ પ્રોપર્ટી ખરીદવા માગતા હતા. અમે ઘર માટેની તમામ શિલ્પ અને કળાકૃતિઓ ઈટાલીના રોમ તથા સ્પેનમાંથી ખરીદી છે. આ ઘર અમારા વ્યક્તિત્વ અને ટેસ્ટનું પ્રતિબિંબ છે. અમે ડેકોરેશનનું શોપિંગ કરવા માટે દુનિયાનો પ્રવાસ કર્યો હતો.  ''
 
ફ્રન્ટ યાર્ડ પર ચાર ફૂટની સ્તૂપ અને ગેટ પર છે બાપ્પાની મૂર્તિ
 
ડેનિયલે વધુમાં ઉમેર્યું કે, પ્રવેશ દ્વાર પર ગણપતિ બાપ્પાની બે ફૂટની બ્રોન્ઝની પ્રતિમા રાખવામાં આવી છે, જ્યારે ફ્રન્ટ યાર્ડ પર નેપાળમાંથી ખરીદેલી ચાર ફૂટની સ્તૂપ મુકી છે. '' અમે હજુ હમણા જ ત્યાં ગયા છીએ અને પડોશીઓ શોધવા માટે એક્સાઈટેડ છીએ. ''
 
આગળની સ્લાઈડ્સમાં સની લિયોનના શાનદાર બંગલોના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sunny leone buys a massive bungalow on 1acre of land in los angeles
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended