Home »Gossip» Virat Kohli Reaction, When People Screamed Anushka Sharma Name

જ્યારે ચાહકોએ સ્ટેડિયમમાં GF અનુષ્કાના નામની પાડી બૂમો, શું કર્યું વિરાટ કોહલીએ!

divyabhaskar.com | May 19, 2017, 12:59 PM IST

  • વિરાટ તથા અનુષ્કા શર્મા
મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલી વચ્ચે કથિત અફેર હોવાની ચર્ચા થતી રહે છે. આ બંનેએ પોતાના સંબંધોનો સ્વીકાર નથી કર્યો પરંતુ બંને સાથે ઘણીવાર જોવા મળતા હોય છે. હાલમાં જ ઈન્ટરનેટ પર વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મેચ દરમિયાન દર્શકો અનુષ્કા શર્માના નામની બૂમો પાડતા હોય છે.

વિરાટ કોહલીએ આપ્યું આ રિએક્શનઃ
વેસ્ટ ઈન્ડિઝ તથા ભારતની મેચ દરમિયાન ક્રિકટેર વિરાટ કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતો હતો અને પાછળથી દર્શકો અનુષ્કા-અનુષ્કાના નામની બૂમો પાડતા હતાં. અનુષ્કાનું નામ સાંભળ્યા બાદ પણ વિરાટ કોહલી ગુસ્સે નહોતો થયો પરંતુ તેણે કાન પર હાથ મૂકીને ઈશારાથી કહ્યું હતું કે તે કંઈ જ સાંભળતો નથી. ત્યારબાદ પણ ચાહકો અનુષ્કા શર્માનાં નામની બૂમો પાડતા હતાં. થોડીવાર બાદ વિરાટ કોહલીએ પોતાની ટી-શર્ટ પાછળ લખેલા તેના નામ પર ઈશારો કર્યો હતો અને તેના નામની બૂમો પાડવાનું કહ્યું હતું. લાગે છે કે વિરાટ કોહલી આ રીતની પરિસ્થિતિને ઘણી જ સમજદારીથી હેન્ડલ કરી શકે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, હાલમાં વિરાટ-અનુષ્કાએ સાથે માણી હતી પાર્ટી....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: virat kohli reaction, when people screamed anushka sharma name
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended