Home »Gossip» Aishwarya Father Krishnaraj Rai Passed Away

પિતાના કહેવાથી સલમાનથી દૂર થઇ હતી એશ, આ કારણે હતા દુઃખી

divyabhaskar.com | Mar 18, 2017, 18:40 PM IST

  • ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણારાજનું અવસાન થયું છે. તેઓને છેલ્લા કેટલાક દિવસથી આઈસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. આજે તો ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે પરંતુ એક સમયે સલમાન તથા એશના સંબંધો જગજાહેર હતાં. અલબત્ત, એશના પિતાને કારણે જ આ સંબંધો તૂટ્યાં હતાં.

પિતાએ સમજાવી હતી દીકરીઃ
ચર્ચા છે કે સલમાન ખાન, ઐશ્વર્યાને માર મારતો હતો અને દારૂ પીને ગાળો પણ ભાંડતો હતો. આ વાતથી પિતા ક્રિષ્ણારાજ ઘણાં જ વ્યથિત હતાં. તેમણે જ દીકરી એશને સમજાવી હતી કે તે સલમાન સાથેના સંબંધો તોડી નાખે. પિતાની વાત માનીને એશે સલમાન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં. સંબંધો તૂટ્યા બાદ સલમાન એક્ટ્રેસ ઐશ્વર્યાના ઘરે આવીને દારૂ પીને ધમાલ કરી હતી. આ વાતને લઈને ઐશ્વર્યાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. આટલું નહીં એશે સલમાન કેવી રીતે હેરાન કરતો હતો તેને લઈ એક ઈન્ટરવ્યૂ પણ આપ્યો હતો. 

એશના પિતા છે પ્રોટેક્ટેડઃ
ઐશ્વર્યા રાયના પિતા સતત દીકરીનું ધ્યાન રાખે છે અને સતત તેને પ્રોટેક્ટ કરતાં હતાં. માત્ર તેમના કારણે જ ઐશ્વર્યા અને સલમાનના સંબંધો તૂટ્યાં હતાં અને પછી એશે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં હતાં.

આજે પણ બોલિવૂડમાં ચર્ચા છે એશ-સલમાનના સંબંધોઃ
આજે પણ ચાહકો તથા બોલિવૂડમાં એશ તથા સલમાનના સંબંધોને લઈ ચર્ચા થઈ રહ્યાં છે. સલમાન ખાનના જીવનમાં અનેક યુવતીઓ આવી છે પરંતુ એશ સાથેના સંબંધો ગાઢ હતાં, તેમ માનવામાં આવે છે. સલમાન ખાન સાથેના સંબંધો તૂટ્યાં બાદ એશના સંબંધો થોડો સમય સુધી વિવેક ઓબેરોય સુધી રહ્યાં હતાં. જોકે, પછી વિવેક સાથેના સંબંધો તોડીને અભિષેક સાથે લગ્ન કરી લીધા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એશની ખાસ તસવીરો....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aishwarya Father Krishnaraj Rai passed away
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended