Home »Gossip» Salman Khan And Aishwarya Rai Relation Ruin For This Reason

હોટલમાં કરેલી ભૂલને લીધે ઐશ્વર્યાએ તોડ્યાં'તાં વિવેક સાથેના સંબંધો!

divyabhaskar.com | Jul 15, 2017, 00:02 AM IST

મુંબઈઃઐશ્વર્યા રાય આજે ભલે બચ્ચન પરિવારની વહૂ હોય પરંતુ એક સમય હતો જ્યારે તેનું નામ સલમાન તથા વિવેક સાથે જોડાયું હતું. સલમાન-એશ વચ્ચેના સંબંધો 1999થી 2001 સુધી ચાલ્યા હતાં. સલમાનના વર્તનને કારણે એશે આ સંબંધો તોડી નાખ્યા હતાં. ત્યારબાદ તે વિવેકની નિકટ આવી હતી. 'ક્યો હો ગયા ના'માં વિવેક-એશે સાથે કામ કર્યું હતું અને નિકટ આવ્યાં હતાં. એશના 30માં જન્મદિવસ પર વિવેકે 30 ગિફ્ટ્સ આપી હતી. 

વિવેકની એક ભૂલને કારણે એશ થઈ દૂરઃ
એશે ક્યારેય જાહેરમાં વિવેક સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો નથી પરંતુ તેઓ હંમેશા દરેક ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતાં હતાં. વિવેક ઈચ્છતો હતો કે તે એશની સાથે હંમેશા રહે. 2003માં વિવેકે હોટલમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કહ્યું હતું કે તે અને એશના સંબંધોને કારણે સલમાને તેને મારી નાખવાની ધમકી આપી હતી. સલમાને નશામાં ધૂત થઈને તેને 41 વાર ફોન કર્યાં અને મારી નાખવાની ધમકી આપી હતી. આ વિવાદ બાદ એશે વિવેક સાથેના સંબંધો તોડી નાખ્યા હતાં. તે આ પ્રકારના વિવાદોમાં પડવા માંગતી નહોતી. એશે વિવેકને ઈગ્નોર કરવાની શરૂઆત કરી હતી. આટલું જ નહીં તેણે વિવેકને અપરિપક્વ માણસ ગણાવ્યો હતો. 
 
વિવેકે એશને કહી હતી 'પ્લાસ્ટિક એશ...'
એક ઈન્ટરવ્યૂમાં વિવેકે એશને પ્લાસ્ટિક એશ કહી હતી. આટલું જ નહીં તેણે એશને પ્લાસ્ટિક હાર્ટ તથા પ્લાસ્ટિક સ્માઈલ પણ કહી હતી. 

વિવેકે સ્વીકારી હતી પોતાની ભૂલઃ
વિવેકે ફરાહ ખાનના એક ટોક શોમાં કબૂલ કર્યું હતું કે તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને ભૂલ કરી હતી. તેણે પ્રેસ કોન્ફરન્સમાં એ તમામ વાતો કહી, જે કહેવા જેવી નહોતી. 

એવોર્ડ ફંક્શનમાં ઉડી હતી મજાકઃ
વિવેકે કહ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ બાદ દરેક એવોર્ડ શોમાં તેની મજાક ઉડાવવામાં આવી હતી. ફિલ્મ 'કંપની' માટે તેને એવોર્ડ આપવામાં આવ્યો, તેવો લેટર આવ્યો હતો પરંતુ તેને એવોર્ડ ફંક્શનમાં બોલાવવામાં આવ્યો નહોતો અને એવોર્ડ બીજાને આપી દેવામાં આવ્યો હતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, સલમાન-એશ શા માટે થયા અલગ....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan and aishwarya rai relation ruin for this reason
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended