Home »Gossip» Srk Asked Abour Salman Khan, Lulia Given This Answer

Oops! જ્યારે સલમાન ખાનની 'GF' લુલિયા વન્તુરે કરી SRKની બોલતી બંધ

divyabhaskar.com | Jan 12, 2017, 00:07 AM IST

  • સ્ટેજ પર શાહરૂખ ખાન તથા સલમાન ખાન
મુંબઈઃતાજેતરમાં જ સ્ટાર-ડસ્ટ એવોર્ડ યોજાઈ ગયા હતાં. આ એવોર્ડ શોમાં સલમાન ખાનની કથિત પ્રેમિકા લુલિયા વન્તુરે પહેલી જ વાર સ્ટેજ પર્ફોમન્સ કર્યું હતું. આટલું જ નહીં શાહરૂખ ખાનની સાથે મળીને બોલિવૂડ ડિરેક્ટર કરન જોહરને ફિલ્મ 'એ દિલ હૈં મુશ્કિલ' માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પણ આપ્યો હતો. શાહરૂખ ખાને લુલિયાને જ્યારે સલમાન અંગે સવાલ કર્યો ત્યારે તેણે શરમાતા-શરમાતા જવાબ આપ્યો હતો. આટલું જ નહીં લુલિયાને પૂછાયેલા એક સવાલનો જવાબ સાંભળીને શાહરૂખ ખાનની બોલતી બંધ થઈ ગઈ હતી.

લુલિયાએ હિમેશ સાથે કર્યું પર્ફોમઃ
સ્ટાર-ડસ્ટ એવોર્ડમાં લુલિયા વન્તુરે સંગીતકાર હિમેશ રેશમિયા સાથે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. આટલું જ નહીં લુલિયાએ સલમાનનું ગીત 'મૈં હૂં હિરો તેરા...' પણ ગાયું હતું.

જ્યારે લુલિયાએ કરી શાહરૂખની બોલતી બંધઃ
લુલિયા રોમાનિયા છે. શાહરૂખે હિંદીમાં બોલીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે લુલિયાને હિંદી કેટલું આવડે છે. શાહરૂખ ખાને લુલિયાને સવાલ કર્યો હતો, ''તુમ એક ફોરેનર હોતે હુએ ભી ઈતની અચ્છી હિંદી કૈસે બોલ પાતી હો?, લુલિયાએ આ સવાલનો જવાબ આપ્યો હતો કે તે ફોરેનર નથી. આ જવાબ સાંભળીને શાહરૂખ ખાનને નવાઈ લાગી હતી અને તેણે લુલિયા સામે જોયું હતું. લુલિયાએ તરત જ જવાબ આપ્યો હતો કે તે ફોરેનર(મેલ) નહીં પરંતુ ફોરેનરી(ફિમેલ) ે. આ જવાબ સાંભળીને શાહરૂખની બોલતી બંધ થઈ ગઈ હતી. 

સલમાનને લઈ આપ્યો આ જવાબઃ
શાહરૂખ ખાને સલમાનને લઈને લુલિયાને સવાલ કર્યો હતો. શાહરૂખે લુલિયાને પૂછ્યું હતું કે રોમાનિયામાં સલમાન ખાનને બધા ઓળખે છે, તો લુલિયાએ શરમાતા-શરમાતા જવાબ આપ્યો હતો કે હવે બધા જ ઓળખવા લાગશે.

જ્યારે શાહરૂખને લાગ્યો લુલિયાનો ડરઃ
આટલું જ નહીં લુલિયાએ શાહરૂખ ખાન સામે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તેને ગાળો બોલતા પણ આવડે છે. આ સાંભળીને જ શાહરૂખ થોડો ડરી ગયો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સ્ટાર-ડસ્ટ એવોર્ડમાં લુલિયા, શાહરૂખ, સલમાન....)
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: srk asked abour salman khan, lulia given this answer
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext