Home »Gossip» Abhishek Bachchan Talked About Salman Khan, Know Aishwarya's Reaction

જાહેરમાં અભિએ એશના Ex-BF સલમાનની ઉડાવી મજાક, પત્નીનું હતું આ Reaction

divyabhaskar.com | Jan 10, 2017, 15:44 PM IST

મુંબઈઃ હાલમાં જ સ્ટાર-ડસ્ટ એવોર્ડ યોજાઈ ગયા હતાં. અભિષેક બચ્ચન તથા રિતેશ દેશમુખે આ શોને હોસ્ટ કર્યો હતો. આ સમય દરમિયાન અભિષેકે ભારતમાં નોટબંધીની સમસ્યા અંગે મજાકમાં ચર્ચામાં કરી હતી. અભિષેકે કહ્યું હતું કે જો બોલિવૂડ સ્ટાર્સ પણ સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહેત તો શું થાત...? આમાં અભિએ સલમાનના નામ પર મજાક ઉડાવી હતી અને આ વાત સાંભળીને એશ હસી પડી હતી. ઉલ્લેખનીય છે કે અભિ સાથે લગ્ન કર્યા પહેલાં એશ અને સલમાન વચ્ચે અફેયર હતું.

સલમાનને લઈ આમ કહ્યું:
અભિષેક બચ્ચને સલમાન ખાનનું નામ લઈને કહ્યું હતું કે જો સલમાનને બેંકમાં પૈસા લેવા જવાનું હોય તો તે લાઈનમાં ઉભા રહેવાને બદલે સીધો બેંકમાં જાત અને કહેવા લાગત કે, 'મુઝ પર એક અહેસાન કરના કી મુઝ પર કોઈ અહેસાન મત કરના...''

પાપા અમિતાભની પણ ઉડાવી મજાકઃ
અભિષેક બચ્ચને ડેડી બિગ બીની પણ મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન બેંકમાં જાય તો એમ જ કહે, ''લાઈફ વહી સે શુરૂ હોતી હૈં, જહાં હમ ખડે હો જાતે હૈં..''

અભિએ માત્ર કરી હતી મજાકઃ
અભિષેક બચ્ચને આ બધી જ વાતો માત્ર મજાકમાં કરી હતી. જોકે, અભિએ જ્યારે સલમાનને લઈ મજાક કરી હતી, ત્યારે કેમેરો ઐશ્વર્યા રાય પર સ્થિર થયો હતો અને ઐશ્વર્યા ખડખળાટ હસતી જોવા મળી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સ્ટાર-ડસ્ટમાં બચ્ચન પરિવાર.....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: abhishek bachchan talked about salman khan, know aishwarya's reaction
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended