Home »Gossip» Cyrus Poonawallas Luxurious Life Style, Networth And Family Details

58 હજાર Crની સંપત્તિના ગુજરાતી માલિકની આવી છે લાઈફસ્ટાઈલ

divyabhaskar.com | Jul 15, 2017, 13:39 PM IST

  • ડાબેથી પેરિસ હિલ્ટન સાથે સાયરસ પૂનાવાલા અને મલાઈકા સાથે સાયરસની પુત્રવધુ નતાશા
મુંબઈઃવિશ્વ વિખ્યાત બિઝનેસમેન સાયરસ પૂનાવાલા મહાત્માગાંધીનું એક દુર્લભ ચિત્ર અને તેના હસ્ત લિખિત પત્રોને ખરીદવાને કારણે ચર્ચામાં છે. ગુજરાત સાથે સંબંધ ધરાવતા સાયરસ પૂનાવાલાએ ગાંધીજીની પેન્સિલથી બનેલું ચિત્ર 27 લાખ રૂપિયામાં ખરીદ્યું છે. સાયરસ ટોપ 10 ભારતીય ધનાઢ્યોમાં સામેલ છે. પૂનાની સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના ચેરમેન 8.3 બિલિયન ડોલર(58 હજાર કરોડ રૂપિયા)ના માલિક છે.
 
અંબાણી, બિગ બીથી લઈ સલમાનની પાર્ટીઝમાં પુત્રવધુ મળે છે જોવા
-સાયરસ પૂનાવાલાના દિકરા આદરની પત્ની નતાશા પેજથ્રી પાર્ટીઝની શોખીન છે. તે અંબાણીથી લઈ બચ્ચનની પાર્ટીઝમાં પણ જોવા મળે છે. પુત્રવધુની જેમ સાયરસ પણ પાર્ટીઝના શોખીન છે. તેઓ પાર્ટીમાં હોલિવૂડ એક્ટ્રેસ શેરોન સ્ટોનથી લઈ પેરિસ હિલ્ટન સાથે જોવા મળી ચૂક્યા છે.
- નતાશા અને સાયરસાના દીકરાના લગ્ન વર્ષ 2006માં થયા હતા. અદાર અને નતાશાની મુલાકાત લંડનમાં થઈ હતી. તે સમયે અદાર લંડનની વેસ્ટમિંસ્ટર યુનિર્વસિટીમાંથી અભ્યાસ કરી રહ્યા હતા.
 
750 કરોડના બંગલોમાં રહે છે સાયરસ
- 'ફોર્બ્સ ઈન્ડિયા'એ ગત વર્ષે પ્રકાશિત કરેલી શ્રીમંતોની યાદીમાં સાયરસને 10મું સ્થાન મળ્યું છે. 750 કરોડના બંગલોમાં રહેનારા સાયરસ સૌથી મોટા સ્ટડ ફાર્મના માલિક પણ છે.
- સાયરસ પાસે લક્ઝુરિયસ કાર્સનો કાફલો છે. પૂનાના બિઝનેસમેન એવા સાયરસે બે વર્ષ પહેલા મુંબઈના બ્રીચ કેન્ડી સ્થિત લિંકન હાઉસને રૂપિયા 750 કરોડમાં ખરીદ્યું હતું.
- મુંબઈમાં જમીન-મિલકતની આ સૌથી મોટી ડીલ ગણાવવામાં આવી હતી. આ પહેલા લિંકન હાઉસ અમેરિકી કાઉન્સલેટ પાસે હતું. આ લિંકન હાઉસનું કેમ્પસ બે એકરમાં ફેલાયેલું છે. બિલ્ટ અપ એરિયા 50 હજાર સ્કવેર ફિટનો છે. આ બંગલો ગ્રેડ-3 લેવલનો છે.

ગુજરાતી કનેક્શન
સુરત પાસેના સંજાણ બંદરેથી ગુજરાતમાં આવેલા પારસીઓ રાજ્યભરમાં ફેલાયા હતા. બાદમાં ગુજરાત બહાર ભારતભરમાં વેપાર અર્થે સ્થાયી થયા હતા. સાયરસ પૂનાવાલાનો પરિવાર પણ આમાનો એક છે. તેઓ ઉદવાડામાં પારસી મહોત્સવનું પણ આયોજન કરે છે.
 
આગળની સ્લાઈડ્સમાં સાયરસ પૂનાવાલાના એક્ટ્રેસિસ સાથેના ફોટોઝ
 
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cyrus Poonawallas luxurious life style, networth and family details
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended