Home »Gossip» Virat Kohli And Anushka Sharma Went Lunching Together

વિરાટ કોહલીએ GF અનુષ્કા શર્મા સાથે માણી Lunch Dateની મજા

divyabhaskar.com | Feb 17, 2017, 13:46 PM IST

  • GF અનુષ્કા સાથે લંચ પર વિરાટ કોહલી
મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના યંગ એન્ડ ડેશિંગ કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના સંબંધો જાહેર છે. તાજેતરમાં જ વિરાટે અનુષ્કા સાથે વેલેન્ટાઇન ડે પર એક તસવીર શેર કરી હતી જેમાં તેના માટે એક મેસેજ પણ લખ્યો હતો. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની એક સેલ્ફી સામે આવી છે. જેમાં તેઓ ખુશખુશાલ ચહેરે જોવા મળે છે. આ સેલ્ફી તેમના લંચ ડેટ દરમિયાનની છે. વેલેન્ટાઇન ડે પછી તેઓ લંચ ડેટ પર ગયા હતાં જ્યાં તેમની સાથે બ્લેડ્સ ઓફ ગ્લોરી ક્રિકેટ મ્યૂઝિયમના માલિક રોહન પટે પણ હતાં.
 
વિરાટે લખ્યો હતો રોમાન્ટિક મેસેજ
-રોહન પટેએ સેલ્ફિ શૅર કરતા લખ્યું હતું કે, "Day well spent with Anushka & Virat!! 💖 #mumbaidiaries #healthyluncheon #selfiesconversationsandmore"
-આ પહેલા વિરાટ કોહલીએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં અનુષ્કા શર્મા સાથેની તસવીર શૅર કરી હતી અને સાથે લખ્યું હતું, 'Everyday is a valentine day if you want it to be. You make everyday seem like one for me ❤❤. @anushkasharma' જોકે, કેટલાક લોકોએ તસવીર પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ હતુ જેને કારણે વિરાટે આ પોસ્ટને ડિલેટ કરી નાખી હતી.
 
ડિસેમ્બરમાં ઉડી હતી સગાઈની અફવાઃ
અનુષ્કા તથા વિરાટે નવું વર્ષ ઉત્તરાખંડમાં સાથે મનાવ્યું હતું અને તેથી જ ચર્ચા હતી કે અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પહેલી જાન્યુઆરી, 2017ના રોજ સગાઈ કરવાના હતા. જોકે, અનુષ્કા શર્માના સ્પોકપર્સને જાણીતા ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે અનુષ્કા અને વિરાટ સગાઈ કરવાના નથી. વિરાટ કોહલીએ પણ 30 ડિસેમ્બરના રોજ ટ્વિટર પર આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ અનુષ્કા અને વિરાટ કોહલીના અન્યPhotos….
 
 
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Virat Kohli And Anushka Sharma Went Lunching Together
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext