Home »Gossip» Check Out Inside Pics Of Amitabh Bachchan's Home

'શહેનશાહ' અહીં કરે છે 'શાન'થી 'જલસા', અમિતાભ બચ્ચનના બંગલાના Inside Pics

divyabhaskar.com | Feb 18, 2017, 00:04 AM IST

  • અમિતાભ બચ્ચન તથા તેમના ઘરનું મંદિર
મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચને 15 ફેબ્રુઆરીના રોજ હિંદી સિનેમમાં 48 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. 15 ફેબ્રુઆરી, 1969ના દિવસે અમિતાભની 'સાત હિંદુસ્તાની' રીલિઝ થઈ હતી. અમિતાભ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે પોતાનું કોઈ ઘર નહોતું અને તેઓ હાસ્ય અભિનેતા અને નિર્માતા-નિર્દેશક મહેમુદના ઘરમાં રહેતા હતાં.  આજે તે 'પ્રતિક્ષા', 'વત્સ', 'નૈવદ્ય', 'જલસા' અને 'જનક' સહિત કુલ 5 બંગલોના માલિક છે. જ્યારે તેના 'જનક'નો ઉપયોગ ઓફિસ માટે કરવામાં આવે છે. 

અમદાવાદ, દુબઈ, ફ્રાન્સ, ભોપાલ અને ગુરૂગ્રામમાં પણ છે ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ્સઃ 
મુંબઈ સિવાય જયા બચ્ચન પાસે ભોપાલમાં બે ફ્લેટ અને બિગ બી પાસે ગુરૂગ્રામમાં એક રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે. તેમજ ફ્રાન્સમાં પણ એક એપાર્ટમેન્ટની માલિકી ધરાવે છે. દુબઈમાં ઐશ્વર્યા તથા અભિનો એક વીલા છે. જ્યારે અમદાવાદમાં અમિતાભ બચ્ચને જમીન ખરીદી છે અને અહીંયા બંગલો બની રહ્યો છે.
 
પાંચ બંગલાઃ
- બિગ બીનો મુંબઈના જુહુમાં વિશાળ બંગલો છે. આ બે માળનો બંગલો લગભગ 10 હજાર વર્ગફૂટમાં ફેલાયેલો છે.
- તેમનો બીજો બંગલો 'પ્રતિક્ષા' છે. આ બંગલામાં અભિષેક અને શ્વેતાનું બાળપણ પણ અહીં જ વીત્યુ છે.
- જ્યારે 'જનક'માં અમિતાભ બચ્ચનની ઓફિસ છે, અહીં તે મીડિયા અને પોતાના મહેમાનોને મળે છે. 70ના દાયકાના અંતમાં તેઓ 'પ્રતિક્ષા'માં શિફ્ટ થયા હતાં. ત્યાર બાદ તેમણે 'જલસા' ખરીદ્યો હતો.
- આ સિવાય બિગ બીનું વધુ એક ઘર છે.આ ઘર મલ્ટીનેશનલ બેંકને ભાડે આપવામાં આવ્યું છે. જોકે, આ સિવાય અમુક ભાગનો બચ્ચન પરિવારની પાર્ટીઝ માટે ઉપયોગ કરવામાં આવે છે.
 
કમ્ફર્ટ છે પ્રાથમિકતાઃ
બિગ બીની પહેલી પ્રાથમિકતા કમ્ફર્ટ છે. તેઓ ઘરની વાત હોય કે કપડાની કમ્ફર્ટને પ્રાથમિકતા આપે છે.તેના ઘરની ફ્લોરિંગ ઈટાલિયન માર્બલની છે. જ્યારે બાથરૂમના ફિટીંગ્સને ફ્રાન્સ અને જર્મનીથી મગાવવામાં આવ્યુ છે.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અમિતાભ બચ્ચનના બંગલાની અંદરની તસવીરો...)
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: check out inside pics of amitabh bachchan's home
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext