Home »Gossip» Bollywood Actresses Who Were Kingfisher Calendar Girls

કેટરિનાથી લઇ દીપિકા સુધી, આ એક્ટ્રેસિસ બની છે માલ્યાની 'કેલેન્ડર ગર્લ'

divyabhasakr.com | Apr 19, 2017, 08:03 AM IST

  • ‘બૂમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી કેટરિના પણ કેલેન્ડર ગર્લ બની હતી
મુંબઇઃ ગત 13 મહિનાથી ફરાર વિજય માલ્યા(61)ની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, લોન ડિફોલ્ટર માલ્યા ધરપકડ થયા પછીના ત્રણ કલાકમાં જ જામીન પર બહાર આવ્યો હતો. વિજય માલ્યા તેની બાદશાહી લાઇફ માટે તેમજ કિંગફિશર કેલેન્ડરના કારણે બોલિવૂડમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ખાસ તો બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તેના કેલેન્ડરને એક સારૂ પ્લેટફોર્મ માનવામાં આવતું હતું. માલ્યાની કેલેન્ડર ગર્લ બન્યા પછી અનેક મોડલ્સ બોલિવૂડની હિટ એક્ટ્રેસ બની હતી.
 
કેટરિના કૈફ પણ બની 'કેલેન્ડર ગર્લ'
-વર્ષ 2003માં કૈઝાદ ગુસ્તાદની ફિલ્મ ‘બૂમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી કેટરિના કૈફ તે જ વર્ષે કિંગફિશર કેલેન્ડર ગર્લ બની હતી. તેની ગણતરી બોલિવૂડની ટોચની એક્ટ્રેસિસમાં કરવામાં આવે છે.
-રણબિર કપૂર અને સલમાન ખાન સાથેના રિલેશનને લઇને ચર્ચામાં રહેનારી કેટરિનાએ 'નમસ્તે લંડન', 'વેલકમ', 'રાજનીતિ', 'બેંગ-બેંગ', 'ધૂમ' અને 'એક થા ટાઇગર' જેવી અનેક હિટ ફિલ્મ્સ આપી છે. તે ટૂંક સમયમાં જ સલમાનની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'માં તેમજ રણબિર સાથે 'જગ્ગા જાસૂસ'માં જોવા મળશે.
 
શું છે કિંગફિશર કેલેન્ડર
-‘કિંગફિશર કેલેન્ડર’ (સ્વિમસૂટ) વિજય માલ્યાની યુબી ગ્રુપ દ્ધારા પલ્બિશ કરવામાં આવતું હતું. ભારતમાં તેને મોડલ્સ અને એક્ટ્રેસિસ માટે બેસ્ટ લોન્ચિંગ પ્લેટફોર્મ માનવામાં આવતું હતું. તેની શરૂઆત વર્ષ 2003માં થઇ હતી.
 -જાણીતા ફોટોગ્રાફર અતુલ કાસબેકર શરૂઆતથી તેની સાથે જોડાયેલા હતા. 2010માં આ કેલેન્ડર માટે ‘મોડલ હંટ કોમ્પિટિશન’ શરૂઆત કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકા, મોરિશિયસ, થાઇલેન્ડ, ફ્રાન્સ અને ગોવા જેવા લોકેશન્સ પર શૂટિંગ કરવામાં આવતું હતું.
 
કિંગફિશર સુપરમોડલ્સના નામથી થયું ફેમસ
-આ 'મોડલ હન્ટ' કોમ્પિટિશનને કિંગફિશર સુપરમોડલ્સના નામે પણ ઓળખવામાં આવે છે. આ કોમ્પિટિશન દર વર્ષે થતી હતી. જેમાં વિજેતા બને તે મોડલ કિંગફિશર કેલેન્ડરમાં આવતી હતી. આ કોમ્પિટિશન 2010થી શરૂ થયું હતું.
-કેટરિના ઉપરાંત દીપિકા પાદુકોણ, સૈયામી ખેર, લીઝા હૈડન સહિત અનેક મોડલ્સે કિંગફિશર કેલેન્ડર ગર્લ બન્યા પછી બી ટાઉનમાં ડેબ્યૂ કર્યું છે.
 
આવી જ અન્ય 13મોડલ્સ અંગે જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Actresses Who Were Kingfisher Calendar Girls
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended