Home »Gossip» Preity Zinta Recalls A Horrific Incident When Someone Pinched Her Butt

પ્રિટી ઝિન્ટા સાથે બાળપણમાં બની'તી છેડતીની આ દર્દનાક ઘટના

divyabhaskar.com | Jul 15, 2017, 12:16 PM IST

મુંબઈઃ ભારતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓની છેડતીના કિસ્સાઓ બહાર આવતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ નાની બાળકીથી લઈ યુવતીઓ સાથે બનતી રહે છે. મોટા ભાગની યુવતીઓ સાથે બાળપણમાં આ પ્રકારની ઘટનાઓ બની હોવાની વાતો પણ સામે આવતી રહે છે. આ યાદીમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિટી ઝિન્ટા પણ સામેલ છે. પ્રિટી ક્યારેય શબ્દો ચોરીને બોલતી નથી અને જે કંઈ બોલે છે તે હિંમત પૂર્વક બોલે છે. તાજેતરમાં તેણીએ એક અંગ્રેજી પોર્ટલ સાથે વાતચીત દરમિયાન બાળપણમાં કેવી રીતે હેરસમેન્ટનો ભોગ બની હતી, તે અંગે વિસ્તાર પૂર્વક વાતચીત કરી હતી.
 
પાછળથી કરી કોઈએ આવી હરકત
 
જ્યારે તેને છેડતી અંગે પૂછવામાં આવ્યું ત્યારે પ્રિટીએ પોતાના બાળપણનો કિસ્સો જણાવ્યો હતો. તેણી જણાવ્યું કે,''હું ગર્લ સ્કૂલમાં ભણતી હતી, ત્યાં આ પ્રકારની કોઈ છેડતી થતી નહોતી.  ત્યાં માત્ર છોકરીઓ જ હતી. પરંતુ હું જ્યારે દિલ્હી ગઈ ત્યારે પહેલીવાર મારી છેડતી થઈ. જ્યાં પહેલીવાર મારી પાછળ મને કોઈએ ચીંટીયો ભર્યો હતો. તમે જાણો છો ત્યારે મારા ગાલ ગુલાબી અને લાઈટ સ્કીન હોવાથી સૌ કોઈ મને જોઈ આકર્ષાતા હતા. આથી તેઓ મારી છેડતી કરવાનો પ્રયાસ કરતા હતા. ત્યાર બાદ મેં ઘણા છોકરાઓને તમાચાઓ માર્યા, પણ એક દિવસ મારા ભાઈએ મને કહ્યું કે, તું મરી જઈશ, તારે આ બધી બાબતોમાં પડવું નહીં. ત્યાર બાદ હું મુંબઈ આવી અને મુંબઈ ગ્રેટ હતું.   ''

2014માં એક્સ બોયફ્રેન્ડ પર સામે કર્યો હતો હેરસમેન્ટનો કેસ
પ્રિટીએ 2014ની 12 જૂનના રોજ એક્સ બોયફ્રેન્ડ નેસ વાડિયા વિરુદ્ધ મારઝુડ અને હેરસમેન્ટનો કેસ દાખલ કર્યો હતો. તેણે આરોપ મૂક્યો હતો કે વાનખેડે સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર સિંગ્સ વચ્ચે રમાયેલી આઇપીએલ મેચ દરમિયાન વાડિયાએ તેની છેડતી કરી હતી, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ધમકી આપી હતી.

નેસ પર મુક્યો હતો ચહેરા પર સળગતી સિગરેટ ફેંકવાનો આરોપ
 
ત્યાર બાદ પ્રિટીએ તત્કાલીન મુંબઈ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું, 'પાછલા થોડા સમયથી મારા પ્રતિ નેસનું વર્તન આક્રમક અને હિંસક થતું જતું હતું. મારા ચહેરા પર સળગતી સિગરેટ ફેંકવાથી લઇને રૂમમાં બંધ કરી દેવા અને હાથ ઉપાડવા સુધી મેં બધુ જોયું છે.' પ્રિટીએ મારિયાને આ પત્ર 30 જૂને આપ્યો હતો. આ દિવસે પ્રિટી મારિયાને વિદેશ જવા માટે પરમિશન લેવા મળી હતી. તેણે લખ્યું છે કે, 'હું માત્ર એટલું જ ઇચ્છું છું કે તે મારાથી દૂર રહે, જેથી હું શાંતિથી જીવી શકું. નહીંતર, કોઇ દિવસ ગુસ્સામાં એ મને મારી નાંખશે અને આ વિચાર મને ડરાવે છે.'
 
આગળની સ્લાઈડ્સમાં બાળપણ કે ટીનએજમાં સેક્સ્યુલ હેરસમેન્ટનો ભોગ બનેલી એક્ટ્રેસિસ અંગે વાંચો
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: preity zinta recalls a horrific incident when someone pinched her butt
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended