Home »Gossip» Bollywood First Actress And Dancer Helen Faces Starvation

આ છે ભાઈ સલમાનની સાવકી Mom, અનેકવાર થઈ હતી છેડતીનો શિકાર

divyabhaskar.com | Jun 19, 2017, 08:08 AM IST

  • સલમાન ખાન, હેલન અને સલીમ ખાન
મુંબઇઃ આજે ભલે બોલિવૂડમાં આઇટમ ડાન્સનું ચલણ વધ્યું હોય પરંતુ 60 અને 70ના દાયકામાં એક ડાન્સર એવી પણ હતી. જેના ડાન્સ સામે ભલભલી હિરોઇન પાણી ભરતી હતી. આ ડાન્સર હતી હેલન. હેલનને બોલિવૂડની પહેલી કેબ્રે ડાન્સર હતી. હેલન જ્યાં સુધી ફિલ્મ્સમાં કામ કરતી હતી ત્યાં સુધી પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું હતું. જોકે, તેણે કરિયરમાં સફળતા મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે  તેની સુંદરતાને કારણે અનેકવાર તેને છેડતીનો પણ ભોગ બનવું પડ્યું હતું.
 
અંગત જિંદગીમાં છવાયેલો હતો અંધકાર
-હેલનનો જન્મ 21 નવેમ્બર, 1938ના રોજ બર્મામાં થયો હતો. હેલનની અંગત જીંદગીમાં અંધકાર છવાયેલો હતો. તેની મોમ બર્માની હતી. હેલનને એક ભાઇ અને એક સાવકી બહેન જેનિફર હતી. પિતાનું અવસાન થયા પછી તેની મોમે એક બ્રિટિશ સૈનિક સાથે લગ્ન કર્યા હતાં.
-આ પછી હેલને પોતાના સાવકા પિતાની સરનેમ રિચર્ડસન રાખી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રિચર્ડસનનું અવસાન થયું. જ્યારે જાપાને બર્મા પર કબજો કર્યો ત્યારે હેલનનું ફેમિલી મુંબઇ આવવા રવાના થયું હતું. આ સફર દરમિયાન તેમને જંગલ અને ગામમાંથી પસાર થવું પડ્યું હતું. આ દરમિયાન તેઓ ભૂખથી ટળવળી રહ્યા હતાં. રસ્તામાં આવતા ગામલોકોએ તેને જમવાનું પૂરું પાડ્યું હતું.
 
આગળની સ્લાઇડમાં ક્લિક કરી વાંચો,કેવી રીતે બ્રિટીશ સૈનિકે કરી હતી મદદ.....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood First Actress and Dancer helen faces starvation
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended