Home »Gossip» Know Weight Loss Journey Of Machine Actor Mustafa Burmawalla

આ ગુજરાતી સ્ટારે ઉતાર્યું 70 Kg વજન, દરરોજ દોડતો 21 કિલો મીટર

divyabhaskar.com | Feb 17, 2017, 11:42 AM IST

  • મુસ્તફા બર્માવાલા
મુંબઈઃ જાણીતી બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર બેલડી અને ગુજરાતી અબ્બાસ-મસ્તાનમાંથી અબ્બાસ બર્માવાલાનો દીકરો મુસ્તફા પણ બોલિવૂડ ડેબ્યુ કરવાની તૈયારીઓમાં છે. મુસ્તફા અબ્બાસ-મસ્તાનની આગામી થ્રીલર ફિલ્મ 'મશિન' દ્વારા બોલિવૂડમાં લોન્ચ થશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, હાલ હેન્ડસમ હંક લાગી રહેલો મુસ્તફા એક સમયે 120 કિલોનો હતો. પરંતુ હાલ તે લગભગ 70 કિલો વજન ઉતારી 55 કિલો આસપાસ થઈ ગયો છે. તે દરરોજ 21 કિલો મીટર દોડતો હતો. મુશ્કેલ હતું ડાયેટિંગનું પહેલું વીક
 
આ અંગે એક અંગ્રેજી દૈનિક સાથેની વાતચીત દરમિયાન મુસ્તફા કહે છે,''હું 120 કિલોનો હતો, હું કંઈપણ ખાઈ લેતો હતો, હાલ પણ ફૂડી છું ''.જોકે તેણે આ વજન એક પર્સનલ ટ્રેનર દ્વારા ઉતાર્યું છે. આ અંગે તે કહે છે''લગભગ 70 કિલો વજન ઉતારવા માટે પાંચ વર્ષ લાગ્યા છે અને હાલ હું 55 કિલોનો થઈ ગયો છું.  ડાયેટિંગનું પહેલું વીક ખૂબ જ મુશ્કેલ હતું. મેં વર્ક આઉટ કરવાનું શરૂ કર્યું હતું અને ફંક્શન ટ્રેનિંગ દ્વારા જે કંઈ શક્ય હતું તે તમામ કરતો હતો. ''
 
ડાયટમાં લેતો બોઈલ્ડ ફૂડ
ડાયટ અને વર્ક આઉટ અંગે વાત કરતા મુસ્તફા આગળ કહે છે, મેં બોઈલ્ડ ફૂડ લેવાનું શરૂ કર્યું હતું. તેમાં બાફેલા વેજીસ, ચિકન, એગ્સ, બ્રાઉન રાઈસ અને સ્વીટ પોટેટો સમાવ્યા હતા. આ રીતે જ મેં વર્ક આઉટ શરૂ કર્યું હતું,  હું વીકમાં બેવાર કાર્ડિયો કરતો અને હું ઘણીવાર 21 કિલો મીટર દોડતો હતો.
 
આ ફિલ્મ 24 માર્ચે રીલિઝ થશે. આ ફિલ્મમાં મુસ્તફા સામે કિયારા અડવાણી જોવા મળે એવી સંભાવના છે.
 
આગળની સ્લાઈડ્સમાં મુસ્તફાના વધુ ફોટોઝ
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know weight loss journey of Machine actor mustafa burmawalla
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended