Home »Film Release» Srk Wife Gauri Khan Suffered So Many Miscarriage Before Aaryan Birth

શાહરૂખે આ રીતે પસાર કરી'તી સુહાગરાત, આજે પણ છે અફસોસ

divyabhaskar.com | Jul 17, 2017, 00:07 AM IST

  • શાહરૂખ તથા ગૌરી
મુંબઈઃ હાલમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પોતાની ફિલ્મ 'હેરી મેટ સેજલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાને તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશનને લઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જીવનની અજાણી વાતો શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે તેના જીવનમાં પત્ની ગૌરી તથા બહેન હંમેશા સાથે રહ્યાં છે. 

સુહાગરાત આમ થઈ પસારઃ
શાહરૂખે કહ્યું હતું કે જે દિવસે તેના લગ્ન થયા તે જ દિવસે તેઓ મુંબઈ આવી ગયા હતાં. પોતાનું શહેર દિલ્હી છોડીને એકદમ નવી જગ્યાએ તેઓ આવ્યા હતાં. તેમણે તેમની સુહાગરાત ફિલ્મના સેટ પર પસાર કરી હતી. આટલી મુશ્કેલીમાં પણ ગૌરીએ ક્યારેય પણ કંઈ જ કહ્યું નથી. વધુમાં શાહરૂખે કહ્યું હતું કે તે ગૌરી સાથે એવી એવી વાતો કરતો હતો, જે તેને ક્યારેય સમજમાં આવી નહોતી. જોકે, દર વખતે ગૌરીએ તેને સપોર્ટ કર્યો છે. 

ક્યારેય નહોતું વિચાર્યું બનશે સ્ટારઃ
કિંગ ખાને કહ્યું હતું કે શરૂઆતના 2-3 વર્ષ તો આ માહોલને સમજવામાં લાગ્યાં હતાં. તેઓ ખુશીથી જીવન જીવવા માંગતા હતાં. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે સ્ટાર બનશે. તેને સ્ટારડમ કોને કહેવાય તે પણ ખ્યાલ નહોતો. ગૌરીએ ક્યારેય શાહરૂખ સામે કોઈ શરત રાખી નહોતી. શાહરૂખ હંમેશા પત્નીને એક જ વાત કરતો હતો કે તે ફિલ્મ્સમાં કામ કરશે અને ક્યાં સુધી પહોંચશે તે જોશે. તેને હિટ કે ફ્લોપ ફિલ્મનો અંદાજ નહોતો. જ્યારે તેને કામ મળવાની શરૂઆત થઈ ત્યારે તેણે સૌ પહેલાં ઘર લીધું હતું. 

ગૌરીના થયા મિસકેરેજઃ
શાહરૂખના જીવનમાં ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સમય આવ્યો હતો. શાહરૂખે કહ્યું હતું કે આર્યનનો જન્મ થયો તે પહેલાં ગૌરીના કેટલાંક મિસકેરેજ થયા હતાં. પછી આર્યનનો જન્મ થયો હતો. તે સમય ઘણો જ મુશ્કેલ હતો. સુહાના જન્મી ત્યારે તે ઘણો જ એક્સાઈટેડ હતો. જ્યારે તેમને લાગ્યું કે હવે તેમના જીવનમાં ત્રીજા સંતાનની આવશ્યકતા છે, ત્યારે અબરામનો જન્મ થયો હતો.

પાર્ટીમાં આપી પણ નહોતી આવી વીજળીઃ
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગ' જ્યારે તેમણે જોઈ તે દિવસે ગૌરી ખાનનો જન્મદિવસ હતો. આ દિવસે શાહરૂખે મન્નતમાં શાનદાર પાર્ટી આપી હતી. પાર્ટીના દિવસે ઘરમાં વીજળી પણ નહોતી. કારણ કે ઘરમાં તેઓ શિફ્ટ થયા નહોતાં. આદિત્ય ચોપરા તથા કરન જોહરે ઘરમાં કેન્ડલ લગાવ્યા હતાં. તે સમય ઘણો જ સુંદર હતો. આ યાદો ક્યારેય ભૂલાય તેમ નથી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, શાહરૂખ ખાન તથા ગૌરી ખાનની રસપ્રદ લવસ્ટોરી....)
(Film Release Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: srk wife gauri khan suffered so many miscarriage before aaryan birth
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended