Home »Flashback» Actress Kimi Katkar Now Lives With Son And Husband In Goa

અહીં રહીને 'જુમ્મા ચુમ્મા' ગર્લ ચલાવે છે 3200 ટકા નફો કરનારી કંપની

divyabhaskar.com | Jul 17, 2017, 00:04 AM IST

  • ડાબેથી યુવાની માં અને હાલમાં પૂનમ ધિલ્લોન સાથે કિમી કાટકર
મુંબઈ: અમિતાભ બચ્ચનની 'હમ' ફિલ્મના 'જુમ્મા ચુમ્મા દે દે..'થી રાતોરાત લોકપ્રિય થયેલી કિમી કાટકરને આજે ઓળખવી મુશ્કેલ છે. થોડા સમય પહેલા તે બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ ધિલ્લોન સાથે જોવા મળી હતી. પૂનમે તેનો ફોટો પણ શેર કર્યો હતો. હાલ પતિ સાથે ગોવામાં રહેતી કિમી Shantanu Sheorey Aquakult નામની કંપનીની પ્રમોટર છે.
 
ચલાવી રહી છે કંપની
 
વર્ષ 2014 અને વર્ષ 2015માં ખાસ કમાણી ના કરી શકનારી આ કંપની પર 10 કરોડ રૂપિયાનું દેવું હતું. જોકે વર્ષ 2016માં અચાનક જ તેમાં 3200 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ કંપનીના શેરના ભાવ રાતોરાત અનેક ગણા વધી ગયા હતા.
 
છેલ્લે વર્ષ 1992માં જોવા મળી હતી ફિલ્મમાં

કિમીનો જન્મ 11 ડિસેમ્બર 1965ના રોજ મુંબઈમાં થયો હતો.કિમીએ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે થતાં શોષણને આધાર બનાવી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તેની વર્ષ 1992માં છેલ્લી ફિલ્મ 'હમલા' રીલિઝ થઈ હતી.
 
કિમીને પસંદ ન હતું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વલણ

કિમી કાટકરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું વલણ બિલકુલ પસંદ ન હતું. તેમણે બોલિવૂડને અલવિદા કહેતા પહેલા કહ્યું હતું કે,'હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પરેશાન થઈને જઈ રહી છું અને અભિનયથી કંટાળી ગઈ છું'.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો કિમી કાટકરની જીવન સાથે સંકળાયેલી અજાણી વાતો અને ફેમિલી અંગે
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: actress kimi katkar now lives with son and husband in goa
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended