Home »Flashback» This 90s Actor Did Soft Porn Movie Teenage Love

કરિશ્માના આ 'હિરો'એ કર્યું'તું 'સોફ્ટ પોર્ન' ફિલ્મ્સમાં કામ, આજે છે ગુમનામ

divyabhaskar.com | Mar 11, 2017, 08:00 AM IST

  • 'પ્રેમ કૈદી'માં કરિશ્મા સાથે(ઉપર) અને સોફ્ટ પોર્ન ફિલ્મ 'ટીનએજ લવ'માં હરિશ કુમાર
મુંબઈઃ 90ના દાયકાના જાણીતા ફિલ્મ એક્ટર હરિશ આજે તો ભાગ્યે જ કોઈને યાદ હશે. તેમજ હાલ ક્યાં છે અને શું કરે છે તે અંગે પણ સૌ કોઈ અજાણ છે. જોકે એક જમાનામાં તે સાઉથ ઈન્ડિયનની સાથે બોલિવૂડ ફિલ્મ્સમાં પણ ઘણો જાણીતો હતો. હરિશ કુમારે વર્ષ 1991માં કરિશ્મા કપૂર સાથે 'પ્રેમ કૈદી'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. હરિશે પોતાની કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ્સથી કરી હતી. ત્યાર બાદ તેણે અનેક તમિલ અને મલયાલમ ફિલ્મ્સમાં પણ કામ કર્યું. પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે, ફિલ્મ્સમાં સ્થાન જમાવવા માટે તેણે સોફ્ટ પોર્ન જેવી ફિલ્મ્સ પણ કરવી પડી હતી.  સોફ્ટ પોર્ન મલયાલમ ફિલ્મ 'ટીનએજ લવ'માં કર્યું છે કામ
 
તે જમાનામાં બી.ગ્રેડ અને સોફ્ટ ફિલ્મ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, તેમજ આ ફિલ્મ્સને અનેક ભાષાઓમાં ડબ કરીને ઓડિયન્સને બતાવવામાં આવી હતી. સોફ્ટ પોર્ન ફિલ્મ્સ સિવાય હરિશ કુમારે લીડ એક્ટર તરીકે એ-ગ્રેડ ફિલ્મ્સમાં નસીબ અજમાવ્યું હતું અને તેમાં તેને શરૂઆતમાં સફળતા પણ મળી હતી. તેણે સોફ્ટ પોર્ન મલયાલમ ફિલ્મ 'ટીનએજ લવ'માં કામ કર્યું હતું.
 
કરિશ્મા સાથે કર્યું બોલિવૂડ ડેબ્યુ
પરંતુ હરિશ કુમારનું હિન્દી ફિલ્મ્સમાં આવવું એક ચમત્કાર જેવું હતું. તેલુગુમાં આવેલી તેની એક ફિલ્મ 'પ્રેમ કૈદી' જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મની સફળતાથી ફિલ્મના ડિરેક્ટર પ્રભાવિત થયા અને તેમણે તેને હિન્દીમાં પણ બનાવવાનો નિર્ણય કર્યો. બસ આ ફિલ્મને આ નામથી જ હિન્દીમાં પણ બનાવી દીધી. જેમાં હરિશ સામે કરિશ્મા કપૂર લીડ રોલમાં હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ રહી અને હરિશને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન પણ મળી ગયું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો હરિશ કુમારની નિષ્ફળ રહેલી ફિલ્મ કરિયર અંગે
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this 90s actor did soft porn movie teenage love
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended