Home »Flashback» Sandali Sinha Now The Founder Of One Of Largest Bakerise With Husband

એક હિટ ફિલ્મ આપી ગુમનામ થઈ 'તુમ બિન'ની એક્ટ્રેસ, આજે છે અબજોની માલિક

divyabhaskar.com | Apr 18, 2017, 17:02 PM IST

  • 'તુમ બિન'માં અને પતિ સાથે સાંદલીસિંહા
મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોણ રાતોરાત સ્ટાર બની જાય અને કોણ અચાનક જ ગુમનામ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. એક સમયે પહેલી ફિલ્મથી જ છવાયેલા ઘણા સ્ટાર્સ સમય જતા ક્યાંય ખોવાઈ ગયા છે. તેમાં પણ એક્ટ્રેસિસ આ બાબતે વધુ કમનસીબ રહી છે. કોઈ સ્ટાર બન્યા બાદ પરણીને ઠરીઠામ થાય છે, તો તેની કરિયર પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. જ્યારે અમુક એક્ટ્રેસ ફિલ્મ્સમાં નિષ્ફળતા મળતા બિઝનેસ સાથે લગ્ન કરીને પતિના કામમાં સાથ આપવા લાગે છે. આ યાદીમાં વર્ષ 2001માં અનુભવસિંહા નિર્દેશિત 'તુમ બિન'થી ડેબ્યુ કરનારી એક્ટ્રેસ સાંદલી સિંહાનું નામ પણ સામેલ છે. divyabhaskar.comની ફ્લેશબેક સીરિઝ અંતર્ગત આજે વાત સાંદલીસિંહાની. બિઝનેસમેન સાથે કર્યા છે લગ્ન
 
સાંદલીસિંહાએ વર્ષ 2005માં કિરણ સાલસ્કર સાથે લગ્ન કર્યા હતા. કિરણ સાલસ્કર પાસે મોકા, સોલ્ટ વોટર કાફે, સ્મોક હાઉસ ડેલી, ટેસ્ટિંગ રૂમ, સ્ટોન વોટર ગ્રિલ જેવી રેસ્ટોરન્ટ બ્રાન્ડ છે. તેની પાસે લક્ઝરી બ્રાન્ડ સીઓઓ પણ છે.
 
સાંદલીનું નામ આવતા જ માસૂમ ચહેરો અને ઘાયલ કરનારું સ્મિત ધરાવતો ચહેરો સામે આવી જાય છે. 'તુમ બિન'થી તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી અને લોકોના દિલોમાં રાજ કરવા લાગી હતી. તેણે પહેલી ફિલ્મથી જ લોકોને દિવાના બનાવી દીધા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો શા માટે સાંદલીસિંહા બોલિવૂડમાં રહી ફ્લોપ, હાલ શું કરે છે અને ફિલ્મ્સમાં એક્ટિવ છે કે નહીં, તથા તેના સંતાનો અંગે
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sandali sinha now the founder of one of largest bakerise with husband
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended