Home »Flashback» Sunny Deol And Aishwarya Rais Film Never Released

જ્યારે સની દેઓલ બની ગયો હતો 'આંતકી', હાથમાં હતો પાકિસ્તાની ધ્વજ

divyabhaskar.com | Mar 13, 2017, 14:04 PM IST

  • પાકિસ્તાની ધ્વજ સાથે સની અને એશ
મુંબઈઃ સની દેઓલનો આગવો ચાહક વર્ગ છે. સની દેઓલે દેશભક્તિની ઘણી જ ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, સનીના ચાહકોને એ વાતનો ખ્યાલ નહીં હોય કે એક ફિલ્મમાં સની દેઓલ આતંકવાદી બન્યો હતો. જોકે, આ ફિલ્મ રીલિઝ થઈ શકી નહોતી.

ફિલ્મમાં હતો સનીનો ડબલ રોલઃ
ઈન્ટરનેટ પર મળતી માહિતી પ્રમાણે, સનીની આ ફિલ્મનું નામ 'ઈન્ડિયન' હતું અને જે 1997માં બનતી હતી. ફિલ્મમાં સની ડબલ રોલમાં હતો, એકમાં આર્મી ઓફિસર તથા બીજામાં આતંકવાદી. આ ફિલ્મમાં ઐશ્વર્યા પણ હતી.

સની-એશના એક ગીત પર ખર્ચ થયા હતાં 1.75 કરોડ રૂપિયાઃ
આ ફિલ્મ કેટલાંક કારણોસર રીલિઝ થઈ શકી નહીં. જોકે, આ ફિલ્મ પર 4.5 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતાં, જેમાં સની-એશના એક ગીત પર 1.75 કરોડ રૂપિયા ખર્ચાયા હતાં. ઉલ્લેખનીય છે કે 2000માં 'ઈન્ડિયન' નામની એક અન્ય ફિલ્મ રીલિઝ થઈ હતી, જે ધર્મેન્દ્રે બનાવી હતી. આ ફિલ્મમાં સની દેઓલની સાથે શિલ્પા શેટ્ટી હતી.

ઐશ્વર્યા રાય ફૅન ક્લબે શૅર કર્યાં ફોટોઝઃ
જૂન 2015માં ઐશ્વર્યા રાય ફૅન ક્લબ નામના ફેસબુક પેજ પર આ ફિલ્મની કેટલીક તસવીરો શૅર કરવામાં આવી હતી. જેમાં સની તથા એશ દેખાતા હતાં. એક તસવીરમાં સનીએ હાથમાં પાકિસ્તાની ધ્વજ પકડ્યો હતો. આ તસવીરો અનરીલિઝ્ડ ફિલ્મ 'ઈન્ડિયન'ની છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સની-એશની ખાસ તસવીરો....)
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sunny deol and aishwarya rais film never released
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended