Home »Flashback» Check Out This Is How Raj Babbar-Zeenat Shot Rape Scene For Insaf Ka Tarazu

જ્યારે રેપ સીન માટે ગભરાયો આ એક્સ MP, એક્ટ્રેસે કહ્યું-બને એટલો ક્રુર બન

divyabhaskar.com | Apr 04, 2017, 12:38 PM IST

  • 'ઈન્સાફ કા તરાજુ'ના રેપ સીન દરમિયાન ઝીન્નત અને રાજ બબ્બર
મુંબઈઃ પૂર્વ સાંસદ, ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ફિલ્મ એક્ટર રાજ બબ્બર જ્યારે ફિલ્મ જગતમાં નવા સવા હતા ત્યારે તેમણે બી.આર. ચોપરા નિર્દેશિત 'ઈન્સાફ કા તરાઝુ'(1980)થી એક્ટર તરીકે સ્થાપિત થયા હતા. આ ફિલ્મનો એક રેપ સીન ઉત્તમ રેપ સીન્સમાંનો એક છે. જોકે આ સીન ફિલ્માવવા પાછળ પણ રસપ્રદ વાતો જાણવા મળે છે. આ ફિલ્મમાં રાજ બબ્બર સિવાય ઝીન્નત અમાન, દીપક પરાશર અને પદ્મિનિ કોલ્હાપુરે પણ જોવા મળ્યા હતા. આ સમયે રાજ નવો હતો પણ ઝીન્નત સુપરસ્ટાર બની ગઈ હતી. આ વાતને લઈ રાજ બબ્બર ડરેલો હતો. ડરેલા રાજ બબ્બરને ઝીન્નતે કહ્યું-બની શકે એટલો ક્રુર બન
 
રાજ બબ્બરને મનમાં એવું થતું કે, ક્યાં હું નાનો એક્ટર અને ક્યાં આટલી મોટી એક્ટ્રેસ. તેમાં પણ બન્નેને એક રેપ સીન પણ શૂટ કરવાનો હતો, આ વાત સાંભળી રાજ બબ્બરનો તો પરસેવો જ છૂટી ગયો. આ સીનમાં તેને ઝીન્નત સાથે ઝપાઝપી જ નહીં પણ જબરદસ્તી કરી રેપ કરવાનો હતો. જોકે ઝીન્નેતે તેનો ડર દૂર કરવા સલાહ આપી કે, તે જેટલો બની શકે એટલો ક્રુર બને.
 
આગળની સ્લાઈડ્સમાં 'ઈન્સાફ કા તરાઝુ'ના આ રેપ સીન શૂટિંગ સમયની પડદા પાછળની વાતો
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out this is how raj babbar-zeenat shot rape scene for insaf ka tarazu
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended