Home »Flashback» Hemant Birje Abused His Daughter And Beaten His Wife

કિમી સાથે બેફામ રોમાન્સ કરનારો દેસી ટાર્ઝન છે ગુમનામ, બન્યો હતો બેઘર

divyabhaskar.com | Mar 10, 2017, 06:00 AM IST

  • 'ટારઝન'માં કિમી સાથે, 2013માં જોવા એક પાર્ટીમાં જોવા મળ્યો હતો હેમંત
મુંબઈઃ 80ના દાયકામાં બોલિવૂડમાં એક એવા એક્ટરની એન્ટ્રી થઈ હતી, જેને બોલ્ડ સીન્સને લઈને સનસનાટી મચાવી દીધી હતી. આ એક્ટર હતો હેમંત બિર્જે. હેમંતે ફિલ્મ 'એન્ડવેન્ચર્સ ઓફ ટાર્ઝન'માં કિમી સાથે જબરજસ્ત બોલ્ડ સીન્સ આપીને ચર્ચા જમાવી હતી. આ ફિલ્મને કારણે હેમંત રાતો-રાત લોકપ્રિય થઈ ગયો હતો. જોકે, આજે તો 55 વર્ષીય હેમંત કયા છે ને શું કરે છે, તે કોઈને ખબર નથી. 

કિમી કાટકર સાથે આપ્યાં હતાં બોલ્ડ સીન્સઃ
હેમંતે 'ટાર્ઝન'માં એક્ટ્રેસ કિમી સાથે બોલ્ડ સીન્સ આપ્યાં હતાં. હેમંત બોલિવૂડમાં દેસી ટાર્ઝનથી લોકપ્રિય થયો હતો. હેમંતની બોલ્ડનેસ જોઈને તે સમયના ડિરેક્ટર્સ તથા નિર્માતા તેની ઘર આગળ ચક્કર મારવા લાગ્યાં હતાં. આટલું જ નહીં તમામ એક્ટર્સ પણ હેમંતથી ડરી ગયા હતાં. તમામને એમ જ હતું કે હેમંત લાંબી રેસનો ઘોડો સાબિત થશે અને બોલિવૂડમાં સિક્કો જમાવશે.

એક પછી એક ફ્લોપ થઈ ફિલ્મ્સઃ
જોકે, થોડાં વર્ષો બાદ હેમંત બિર્જેની ફિલ્મ્સ એક પછી એક ફ્લોપ થવા લાગી હતી અને મેઈન સ્ટ્રિમ સિનેમામાંથી તે ગાયબ થઈ ગયો હતો. આટલું જ નહીં ગુજરાન ચલાવવા માટે હેમંતે બી ગ્રેડ ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 

દીકરીને ભાંડી હતી ગાળોઃ
કામ ના હોવાને કારણે હેમંત દારૂ પીને ઘરે આવીને પત્ની રેશમા તથા દીકરી સાનિયાને માર મારતો હતો. હેમંતનો ત્રાસ વધી જતાં એરહોસ્ટેસ પત્ની રેશ્માએ 2012માં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ જ વર્ષે હેમંતે દારૂના નશામાં મિત્રો સાથે ઝઘડો કર્યો હતો અને મિત્રોએ તેને ફટકાર્યો હતો.

વિવાદો સાથે છે સંબંધઃ
હેમંત પર 2006માં પણ એક મોડલ પર અશ્લીલ કોમેન્ટ કરવાનો આરોપ મૂકાઈ ચૂક્યો છે. 2005માં અભિષેક બચ્ચનની પાર્ટીમાં પરાણે ઘૂસવાના કારણે જલસા બહાર સંજય દત્ત સાથે તેનો ઝઘડો પણ થયો હતો.

હાલમાં નથી કોઈ ખબરઃ
એક સમય જેના ઘરની આગળ નિર્માતાઓની લાઈન લાગતી હતી, તે જ હેમંતની દયનીય સ્થિતિ થઈ ગઈ હતી. કામ મળવાનું બંધ થઈ જતાં હેમંતની આર્થિક સ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ હતી. 2016માં હેમંતને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. હેમંત જે ભાડાના ઘરમાં રહેતો હતો, તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો અને નવો કોન્ટ્રાક્ટ કરવાના પૈસા નહોતા. તેથી જ મકાનમાલિકે હેમંતને ઘરની બહાર હાંકી કાઢી નાખ્યો હતો. ત્યારબાદ હેમંત ક્યા છે અને શું કરે છે, તે કોઈને ખબર નથી. કોઈકે સાચું જ કહ્યું છે કે દુનિયા માત્ર ઉગતા સૂરજની જ પૂજા કરે છે...!!!
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દેસી ટાર્ઝનની ખાસ તસવીરો.....)
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hemant birje abused his daughter and beaten his wife
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended