Home »Flashback» Rekhas Husband Mukesh Agrwal Committed Suicide After 7 Month Of Wedding

લગ્નના 7 મહિના બાદ રેખાના દુપટ્ટાથી પતિએ કર્યું'તું Suicide, આવી હતી Married Life

divyabhaskar.com | Mar 07, 2017, 16:29 PM IST

મુંબઈઃતાજેતરમાં લોન્ચ થયેલી રેખાની બાયોગ્રાફી 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં રેખાના લગ્ન જીવનના અનેક રહસ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પતિ મુકેશ અગ્રવાલ સાથે પહેલી મુલાકાતથી લઈ, લગ્ન અને ત્યાર બાદ રેખાના જ દુપટ્ટાથી મુકેશે કરેલા સુસાઈડ અંગેની વાતો જાણવા મળી છે. મુકેશે 13 વર્ષે જ છોડ્યો હતો અભ્યાસ ફાલતુ નોકરી કરી બન્યો બિઝનેસમેન
 
રેખાના દિવંગત પતિ મુકેશ અગ્રવાલનો જન્મ દિલ્હીના મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેણે 13 વર્ષે જ અભ્યાસ છોડી દીધો હતો અને વર્ષો સુધી ફાલતુ પ્રકારના કામ કરવા પડ્યા હતા. પરંતુ 1970ના ઉતરાર્ધમાં તેણે 24 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી. જે હોટલાઈન બ્રાન્ડ નેમ હેઠળ કિચનવેરનું મેન્યુફેક્ચરિંગ કામ કરતી હતી.
 
દિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર નીરજ કુમાર હતા મુકેશના મિત્ર
મુકેશના ભૂતકાળના પાનાઓ એક સમયના દિલ્હીના પોલીસ કમિશ્નર અને એક સમયના મુકેશના મિત્ર નીરજ કુમારે ઉથલાવ્યા હતા. નિવૃત્ત આઈપીએસ એવા નીરજ કુમાર અને મુકેશ વચ્ચે પહેલી મુલાકાત તેની કંપની હોટલાઈનની ચારેબાજુ સફળતા અને ચર્ચામાં આવી ત્યારે થઈ હતી.  નીરજ કુમાર મુજબ,''મુકેશ કુમાર એવા ફેમિલમાંથી આવતો હતો, જેના લોહીમાં જ બિઝનેસ છે. તેણે એવા સમયે સફળતા મેળવેલી જ્યારે આ પ્રકારે કોઈ પ્રગતિ કરતું નહોતું અને હાલ જેવો સ્ટાર્ટ-અપનો પણ માહોલ નહોતો. ''
 
સામાજિક પ્રતિષ્ઠા હાંસલ કરવા માગતો મુકેશ
સાવ સાધારણ ફેમિલીમાંથી આવતો મુકેશ હંમેશથી સામાજિક પ્રતિષ્ઠા હાંસલ કરવા માગતો હતો અને તે દિલ્હીના સોશિયલાઈટ્સને શાનદાર પાર્ટીઝ પણ આપતો હતો. તે દિલ્હીમાં હાજર હોય એવી તમામ ફિલ્મ સેલિબ્રિટીને આમંત્રિત કરતો. નીરજ કુમારે મુકેશને યાદ કરતા કહ્યું કે ''તે ખૂબ સારો વ્યક્તિ હતો, પ્રેમાળ હતો પણ તેનામાં એક ગ્રંથિ હતી. તે એવું બતાવવા માગતો કે, તે આવ્યો છે અને તેને લો પ્રોફાઈલ રહેવું પસંદ નહોતું. તેને અંદર એક સનક હતી. તે સેલિબ્રિટીનું ધ્યાન ખેંચવા માટે પ્રયાસો કરતો હતો.  ''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો રેખાએ વ્યક્ત કરેલી સેટલ થવાની ઈચ્છા, મુકેશ અને રેખાની પહેલી મુલાકાત, લગ્ન,  રેખાએ બંધ કર્યું મુકેશના કોલ્સ લેવાનું થી લઈ રેખાના દુપટ્ટાના ફાંસો સુધી
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rekhas husband mukesh agrwal committed suicide after 7 month of wedding
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended