Home »Flashback» Bollywood Actor Raj Kiran In Us Last 14 Years

14 વર્ષથી ગુમનામ આ એક્ટર છે ગાંડાની હોસ્પિટલમાં, પત્ની-દીકરીએ છોડ્યો સાથ

divyabhaskar.com | Apr 05, 2017, 00:04 AM IST

મુંબઈઃ 'અર્થ' અને 'કર્જ' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલો એક્ટર રાજ કિરણ છેલ્લાં 14થી વધુ વર્ષથી બોલિવૂડમાં ગુમાન હતો. વચ્ચે એવી ચર્ચા હતી કે તે અમેરિકામાં કૅબ ચલાવે છે પછી કહેવામાં આવ્યું કે તે મૃત્યુ પામ્યો છે. જોકે, થોડાં સમય પહેલાં જ રીષિ કપૂરને ખબર પડી કે તે અમેરિકાની એક મેન્ટલ હોસ્પિટલમાં છે અને પોતાની સારવાર કરાવી રહ્યો છે. જોકે, તેના પરિવારે સતત આ વાતનો ઈનકાર કર્યો હતો.

રીષિએ કર્યો હતો આ ખુલાસોઃ
- રાજકિરણે 30થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1982માં સ્મિતા પાટિલ તથા શબાના આઝમી સાથે 'અર્થ'માં કામ કર્યું હતું. 1980માં 'કર્ઝ'માં રીષિ કપૂર તો 1988માં 'એક નયા રિશ્તા'માં રેખા સાથે કામ કર્યું હતું.
- છેલ્લે 1994માં ફિલ્મ 'વારિસ' તથા શેખરસુમન સાથે ટીવી સીરિયલ 'રિપોર્ટર'માં જોવા મળ્યો હતો. 2003થી રાજ કિરણ ગુમ છે.
- જ્યારે મીડિયામાં રાજ કિરણના મોતની વાત ચર્ચાઈ તો રીષિ કપૂરને આ વાત પર વિશ્વાસ થયો નહીં અને તેણે એક્ટરને શોધી નાખવાનો નિર્ણય લીધો હતો.

રાજકિરણની અવદશાનું મુખ્ય કારણઃ
- રાજકિરણને તેના સાલસ સ્વભાવને કારણે બોલિવૂડમાં કામ મળી રહેતું હતું. પરંતુ, તેની પત્ની એકના એક પુત્રને લઇને છોડી જતા તે ખૂબ હતાશ થઇ ગયો હતો. 
- તેના ભાઇઓએ પણ તેને માનસિક સધિયારો ન આપ્યો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, રાજકિરણના ભાઈએ કહ્યું નથી કોઈ નંબર...)
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actor raj kiran in us last 14 years
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended