Home »Celebs B'day & Anniversary» Veteran Actress Babita Kapoors Love Affair, Love Story And Family Details

રણજીતને કારણે તૂટ્યા'તા કરિનાના પેરેન્ટ્સના લગ્ન!, સળગાવ્યો ઘરસંસાર

divyabhaskar.com | Apr 20, 2017, 10:00 AM IST

મુંબઈ:આજે બેબો(કરિના કપૂર ખાન) અને લોલો(કરિશ્મા કપૂર)ની મા, રણધીર કપૂરની પત્ની અને એક જમાનાની બોલિવૂડ એક્ટ્રેસ બબીતા કપૂર 69 વર્ષની થઈ ગઈ છે. બબીતાનો જન્મ 20 એપ્રિલ 1948નાં રોજ સ્ટૂડીયો સંચાલક અને એક્ટર પિતા હરિ શિવસાદાસાનીનાં ઘેર થયો હતો. બબીતાની ફિલ્મ કરિયર કરતા પણ અંગત જીવનમાં વધુ ઉતાર-ચડાવ આવ્યા છે.
રણજીત સાથે જોડાયું હતું નામ
 
એક્ટર રણધીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ તેનું એક સમયે વિલનના રોલ માટે જાણીતા રણજીત સાથે પણ અફેર હોવાની ચર્ચાઓ થઈ હતી. કદાચ આ કારણે રણધીર અને બબીતાનું લગ્ન જીવન લાંબો સમય ટકી શક્યું નહીં. જોકે તેઓએ ડિવોર્સ લીધા નહોતા પણ અલગ-અલગ રહેવા લાગ્યા હતા.
 
પિતા નહોતા મોકલવા માગતા ફિલ્મ્સમાં

બીબતાના પિતા પણ એક્ટર હતાં પણ તેની બહેનની દીકરી સાધના(યાદ છે સાધના કટ?)ને એક્ટ્રેસ બનાવનારા હરિ શિવદાસાની તેની પોતાની દીકરીને ફિલ્મક્ષેત્રમાં મોકલવા માટે તૈયાર ન હતાં અને બબીતાને ફિલ્મમાં પણ કોઇ ખાસ રસ ન હતો. પરંતુ બાદમાં તેણે બબીતાને બોલિવૂડમાં મોકલવા જી.પી સિપ્પી પાસે એક સ્ક્રીન ટેસ્ટ લેવડાવ્યો અને તે નવાસવા રાજેશ ખન્નાની નાયિકા બની ગઈ.  એક વર્ષમાં જ બબીતાની ત્રણ ફિલ્મ રીલિઝ થઇ ગઇ.જેમાં 'રાઝ' સરેરાશ રહી,'દસલાખ' અને 'ફર્ઝ'ની સિલ્વર જ્યુબિલિ ઉજવાઇ. પરંતુ તેની ફિલ્મ કરિયરની સાથે સાથે એક 'લવ સ્ટોરી' પણ ચાલતી હતી. આ 'લવ સ્ટોરી'માં લગ્નમાં પરિણમ્યા બાદ તેમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો બબીતાની રણધીર સાથેની લવસ્ટોરી, રણજીત સાથેના સંબંધો અને કપૂર ફેમિલી સાથેના અણબનાવ અંગે
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: veteran actress babita kapoors love affair, love story and family details
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended