Home »Celebs B'day & Anniversary» Bollywood Actor Arshad Warsis Struggle Life Story

18 વર્ષે અનાથ થતા અર્શદે બનવું પડ્યું'તું સેલ્સમેન, બંગલો છોડી રહેતો ખોલીમાં

divyabhaskar.com | Apr 19, 2017, 16:41 PM IST

  • દીકરા-દીકરી અને પત્ની સાથે અર્શદ વારસી
મુંબઈ: નસીબ પર કોઈનો કાબુ નથી. કોનું નસીબ ક્યારે ફરી જાય તે અંગે કહેવુ મુશ્કેલ છે. બોલિવૂડ એક્ટર અર્શદ વારસી સાથે પણ કંઈક આવું જ બન્યું છે.આજે તે 49 વર્ષનો થઈ ગયો છે. બોલિવૂડ સર્કીટનો જન્મ 19 એપ્રિલ 1968ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે અહીં સુધી પહોંચવા માટે 18 વર્ષે સેલ્સમેન બનવાથી લઈ ખોલીમાં દિવસો કાઢવા સુધીનો સંઘર્ષ વેઠ્યો છે.ખાવાના પણ હતા સાંસા
 
અર્શદ હાલ ભલે ઉત્તમ એક્ટર તરીકે જાણીતો હોય,પરંતુ અહીં પહોંચવા સુધી તેણે બે દાયકા સુધી સખત પુરૂષાર્થ કર્યો છે. તેની જીવન સફર રોલર કોસ્ટર રાઈડ જેવી રહી છે.આર્થિક તંગીને પહોંચવા માટે તેમણે માત્ર 18 વર્ષે સેલ્સમેન બનવુ પડ્યુ હતું.હાલ બોલિવૂડ સ્ટાર તરીકે કરોડો રૂપિયા કમાતા અર્શદને એક સમયે ખાવાના પણ સાંસા હતાં.
 
18 વર્ષે ગુમાવ્યા હતા પિતા
તેના પર માત્ર 18 વર્ષે જ પિતા ગુમાવી દેતા ઘરની જવાબદારીઓ આવી પડી હતી.તેના પિતા અહમદ અલીખાન ગાયક અને કવિ હતાં.તેના પિતા ફિલ્મ જગતમાં ખૂબ સારા સંપર્કો હતાં. તેમની પાસે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં પોતાની માલિકીની બે બિલ્ડીંગ હતી.જ્યારે જુહુમાં એક બંગલો પણ હતો.જોકે તેમની બન્ને બિલ્ડીંગ પર ભાડુઆતે કબ્જો જમાવતા તેમની પાસે કંઈ બચ્યું નહીં.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અર્શદ વારસીના સંઘર્ષ અંગેની વધુ વાતો
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actor arshad warsis struggle life story
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended