Home »Celebs B'day & Anniversary» Bollywood Actress And Model Mamta Kulkarni Was Nervous While Photoshoot

હોટ ફોટોશૂટમાં નર્વસ હતી આ એક્ટ્રેસ, ફોટો પબ્લિશ કરવા મૂકી'તી આ શરત

divyabhaskar.com | Apr 20, 2017, 16:27 PM IST

  • મમતા કુલકર્ણી બોલ્ડ ફોટોશૂટથી ચર્ચામાં આવી હતી
મુંબઇઃ બોલ્ડ અને ગ્લેમરસ એક્ટ્રેસ મમતા કુલકર્ણીનો આજે જન્મદિવસ છે. 'ક્રાંતિવીર', 'કરણ અર્જુન', 'સબસે બડા ખિલાડી', 'ચાઇના ગેટ' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી મમતાનો જન્મ 20 એપ્રિલ 1972ના રોજ મુંબઇમાં થયો હતો. 1993માં ફિલ્મ મેગેઝીનના કવરપેજ માટે મમતાએ ટોપલેસ પોઝ આપ્યો હતો.જોકે, આ માટે તેણે એક શરત પણ મૂકી હતી. આ ફોટોશૂટથી તે વિવાદમાં પણ આવી હતી. ફેમસ ફોટોગ્રાફર જયેશ સેઠે આ ફોટોશૂટ કર્યું હતું. તેમણે 'હદ કરદી આપને', 'અનારી નંબર 1', 'મિ.એન્ડ મિસિસ ખિલાડી' જેવી અનેક ફિલ્મ્સ માટે સ્ટીલ ફોટોગ્રાફી કરી છે. જયેશે આ ફોટોશૂટ અને મમતા વિશે કેટલીક વાતો શૅર કરી હતી.
 
ફોટોશૂટ સમયે હતી નર્વસ,મૂકી હતી આવી શરત
-મમતા કુલકર્ણીએ બોલિવૂડમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન જેવા અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ તેની સૌથી વધુ ચર્ચા ત્યારે થઇ હતી જ્યારે તેણે મેગેઝિન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.
-આ ફોટોશૂટ કરનાર જયેશ સેઠે એક લિડિંગ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,'જ્યારે અમે મમતાને આ ફોટોશૂટ અંગે જણાવ્યું હતું ત્યારે તેને શોક લાગ્યો હતો. તેણે પૂછ્યું હતું કે શું તમે ખરેખર આ કવર પેજ માટે તૈયાર છો. આ પછી મેં તેને કોન્સેપ્ટ કહ્યો હતો અને સમજાવી હતી.'
-'આ ફોટોશૂટ સમયે મમતા એકદમ નર્વસ હતી. તેણે કહ્યું કે 'મને એ જાણ નથી કે આવું કરવામાં કેટલું જોખમ છે પરંતુ જો તે કામ કરી ગયું તો અલગ જ સ્ટોરી થશે પરંતુ જો બધું સરખી રીતે ના ચાલ્યું તો મને ઘરમાંથી અને કદાચ ઇન્ડસ્ટ્રિમાંથી પણ બહાર કાઢી મૂકવામાં આવશે'
-'આ પછી મમતાએ કહ્યું હતું કે આ ફોટોઝ માત્ર એક જ વાર પબ્લિશ થશે. આ પછી તેણે મેગેઝિન સાથે કરાર કર્યા હતાં. અમે ફોટોશૂટ માટે અનેક ફોટોઝ પાડ્યા હતાં અને તેમાંથી એક ફોટો સિલેક્ટ કર્યો હતો.'
 
અનેક એક્ટ્રેસિસે ફોટોશૂટની પાડી હતી ના
-જયેશ સેઠે જણાવ્યું હતું કે, 'મમતા જ્યારે કરિયરની શરૂઆતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાંથી આવી ત્યારે રૂઢિચુસ્ત ફેમિલીમાંથી આવતી હતી. મેગેઝિન માટે અમે સેન્સ્યુઅલ ફોટોશૂટ કરવાનું વિચારી રહ્યા હતાં. તે સમયે આવું ફોટોશૂટ એ ખૂબ મોટી વાત હતી.'
-"આ માટે અમને નિર્દોષ ચહેરા સાથે સેક્સી બોડી ફ્લોન્ટ કરી શકે તેવી મોડલ અથવા એક્ટ્રેસની જરૂર હતી. પહેલા આ માટે અમે માધુરી, જુહી સહિત બોલિવૂડની અનેક એક્ટ્રેસિસ સાથે વાત કરી ચૂક્યા હતાં. પરંતુ કોઇ આ ફોટોશૂટ માટે તૈયાર ના હતું કારણકે ઓલરેડી તેઓની એક ઇમેજ બની ચૂકી હતી. આથી જ અમે નવા ચહેરા સાથે ફોટોશૂટ કરવાનું વિચાર્યું હતું."
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો મમતા કુલકર્ણીની લાઇફ વિશે અને અન્ય Photos....
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Actress and model Mamta Kulkarni was nervous While Photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended