Home »Celebs B'day & Anniversary» Check Out Aishwarya Rai And Abhishek Bachchan Wedding Album

બચ્ચન બહુ એશનાં લગ્નને થયા 10 વર્ષ, રજવાડી ઠાઠ સાથે થયાં'તાં Wedding

divyabhaskar.com | Apr 20, 2017, 10:36 AM IST

  • ઐશ્વર્યા તથા અભિષેક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચને 20 એપ્રિલ, 2007ના રોજ ધૂમધામથી લગ્ન કર્યાં હતાં. બંનેનાં લગ્નજીવનને 10 વર્ષ થયા છે. તેમને પાંચ વર્ષની દીકરી આરાધ્યા પણ છે. અભિ તથા એશના લગ્નની ચર્ચા બોલિવૂડમાં દિવસો સુધી થઈ હતી. 

કરિશ્મા સાથે તૂટી હતી અભિષેકની સગાઈઃ
- ફિલ્મ 'ઢાઇ અક્ષર પ્રેમ કે'માં ઐશ્વર્યા અને અભિષેકે પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી બન્ને ફિલ્મ 'ઉમરાવ જાન'માં પણ જોવા મળ્યા હતાં. આ દરમિયાન બન્ને નજીક આવ્યાં હતાં. એવું કહેવાય છે કે ફિલ્મ ગુરૂના સેટ પર અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. નોંધનીય છે કે એક સમયે કરિશ્મા અભિષેકની પત્ની બનવાની હતી. ઓક્ટોબર 2002માં અભિષેક અને કરિશ્માની સગાઇ થઇ હતી પરંતુ જાન્યુઆરી 2003માં આ સગાઇ તૂટી હતી.
- આ પછી આશરે ચાર વર્ષ બાદ અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન થયાં. જ્યારે અભિષેક સાફો બાંધીને જાન લઇને નીકળ્યો હતો ત્યારે તેના ફેન્સની ભીડ એકઠી થઇ હતી. અભિષેકે હાથ હલાવીને ફેન્સની શુભકામનાઓનો સ્વીકાર કર્યો હતો. આ લગ્નમાં બોલિવૂડ સાથે રાજનેતા, ક્રિકેટર્સ, બિઝનેસમેન અને અનેક બીજા સેલેબ્સે પણ હાજરી આપી હતી.
 
આ રીતે અભિષેકે ઐશ્વર્યાને કર્યું હતું પ્રપોઝઃ
- એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું હતું કે ટોરન્ટોમાં થયેલા 'ગુરૂ' ફિલ્મના પ્રીમિયર પછી હોટલની બાલ્કનીમાં ઉભા રહીને તેણે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝ કરતા સમયે તે ખૂબ નર્વસ હતો. અભિષેકે જણાવ્યું હતું કે,"જ્યારે મેં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું ત્યારે મારૂ દિલ જોરથી ધડકતું હતું. મે પ્રપોઝ કર્યું અને તેણે હા કહેવામાં એક સેકન્ડનો પણ સમય ન લગાવ્યો." એ ક્ષણ અભિષેક અને ઐશ્વર્યાની જિંદગીની યાદગાર ક્ષણોમાંની એક છે.
 
(આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ,ઐશ્વર્યા અને અભિષેકના લગ્નના Photos.....)
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out aishwarya rai and abhishek bachchan wedding album
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended