Home »Party» Bollywood Celebs Attend Sana-Adel Wedding In France

ગુજરાતી અબજોપતિના યોજાયા ક્રુઝ પર ભવ્ય લગ્ન, બોલિવૂડ સ્ટાર્સે કરી જમાવટ

divyabhaskar.com | Apr 09, 2017, 11:25 AM IST

  • નવ દંપતિ અદેલ-સના, સુસ્મિતા સેન અને ગૌહર ખાન
ફ્રાન્સઃ યુએઈમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી એવા અને Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરાના 8 મિલિયન ડોલર(50 કરોડ)ના ખર્ચે ભવ્ય લગ્ન થઈ રહ્યા છે. અદેલ સાજન અને સારાના આ લગ્ન Costa Fascinosa ક્રુઝમાં યોજાઈ રહ્યા છે. ફ્રાન્સમાં યોજાઈ રહેલા આ 4 દિવસીય જલસામાં બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા છે. જેમાં ત્રીજા દિવસે સંગીત સેરેમનીથી લઈ વિવિધ રસમો યોજાઈ હતી. આ પ્રસંગે સુસ્મિતા સેન, જુહી ચાવલા, ગૌહર ખાન, રોહિત રોય અને ગુરમીત-દેબિના સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.
 
સંગીત સેરેમનીમાં બાદશાહે કરી જમાવટ
 
સંગીત સેરેમનીમાં વિખ્યાત રેપર બાદશાહે પર્ફોર્મ કર્યું હતું. જ્યારે હુસૈન કુવાજેરવાલા અને ગૌહરે કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો. આ દરમિયાન સુસ્મિતા રેડ હોટ લુકમાં જ્યારે ગૌહર બ્લુ આઉટફિટમાં જોવા મળી હતી.
 
 
કોણ છે રિઝવાન સાજન
આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે. રિઝવાન ફોર્બ્સની યાદી મુજબ મિડલ ઈસ્ટના ટોપ-100 ઈન્ડિયન લીડર્સ ઈન યુએઈમાં 12માં નંબર પર છે.
 
ગુજરાતી મૂળના રિઝવાનનો પરિવાર રોજી-રોટી માટે કુવૈત ગયો હતો. જ્યાં થોડું ઘણું ભેગું કરેલું ગલ્ફ વોરમાં ગુમાવ્યું, પણ હિંમત હાર્યા વિના ફરી નવા સપના સાથે દુબઈની વાટ પકડી. આજે તેની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં લગ્નમાં આવેલા બોલિવૂડ સ્ટાર્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs attend Sana-Adel Wedding in france
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended