Home »Party» Priyanka Chopra Dedicated His Late Father Dr Ashok Chopra

પાર્ટીમાં પિતાને યાદ કરીને માતાને વળગી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી પ્રિયંકા ચોપરા

Nishant A Bhuse | Apr 26, 2017, 11:24 AM IST

  • માતા મધુ ચોપરાને વળગીને રડી હતી પ્રિયંકા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાના સ્વર્ગીય પિતા ડો. અશોક ચોપરાની ઘણી જ નિકટ હતી. તેના પિતાનું અવસાન 2013માં કેન્સરને કારણે થયું હતું. પ્રિયંકાના પિતાના અવસાનને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ જ્યારે પણ પિતાની વાત આવે એટલે પ્રિયંકાની આંખમાંથી આસું નીકળી જાય છે. તાજેતરમાં જ પ્રિયંકા પોતાની મરાઠી ફિલ્મ 'વેન્ટીલેટર'ની સ્ટાર-કાસ્ટ માટે પાર્ટી રાખી હતી. આ ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યાં છે. 

પ્રિયંકાએ કહી આ વાતઃ
ઈમોશનલ પ્રિયંકાએ કહ્યું હતું કે આ ફિલ્મ તેની દિલની નિકટ છે. આ ફિલ્મને બનાવવામાં ઘણો જ ટાઈમ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં મરાઠીના અનેક જાણીતા સેલેબ્સે કામ કર્યું છે. ન્યૂ યોર્કમાં આ ફિલ્મનું પ્રાઈવેટ સ્ક્રિનિંગ પણ રાખવામાં આવ્યું હતું. 

પિતાને ડેડીકેટ કરી ફિલ્મઃ
પાર્ટી દરમિયાન પ્રિયંકા પોતાના પિતાને યાદ કરીને માતાને વળગીને રડી પડી હતી. 'વેન્ટીલેટર'માં પિતા-પુત્રના સંબંધો બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર રાજેશ મપુસ્કર છે. આ ફિલ્મની સ્ક્રિપીટ તૈયાર થતાં ત્રણ વર્ષ લાગ્યા હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પ્રિયંકાની પાર્ટી તસવીરોમાં....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: priyanka chopra dedicated his late father dr ashok chopra
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended