Home »Party» Sara Ali Khan And Harshvardhan Spotted Outside Kareenas House

સારા અને હર્ષવર્ધન આવ્યા એક જ કારમાં, કરીનાના ઘરે માણી પાર્ટીની મજા

divyabhaskar.com | Jun 06, 2017, 11:01 AM IST

  • હાલ હર્ષવર્ધન અને સારાની રિલેશનશીપ ખૂબ ચર્ચામાં છે
મુંબઈઃછેલ્લા લગભગ એક મહિનાથી કરીનાની સાવકી દીકરી સારા અલી ખાન અને અનિલ કપૂરના દિકરા હર્ષવર્ધન કપૂર ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમાં પણ 30 જુનની મોડી રાત્રે હર્ષ વર્ધન સારાના ઘર પાસે ક્લિક થતા આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો.
 
આવ્યા એક જ કારમાં નીકળ્યા અલગ-અલગ કારમાં
આ અટકળો વચ્ચે 5 જુનની રાત્રે હર્ષ વર્ધન અને સારા અલી ખાન એક જ કારમાં કરીના કપૂરના ઘરે પાર્ટી કરવા પહોંચ્યા હતા. બન્ને કારમાં ખૂબ વાતો કરવા સાથે હસી રહ્યા હતા. તેમજ આ કથિત કપલ એકદમ હળવાશના મૂડમાં જોવા મળ્યું હતું. જોકે તેઓ ઘરે જવા અલગ-અલગ કારમાં નીકળ્યા હતા. આ સમયે સારા અને રેહા ચક્રવર્તી તથા હર્ષવર્ધન બહેન રેહા કપૂર સાથે ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન સારા ગ્રે ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી હતી. જ્યારે હર્ષવર્ધન વ્હાઈટ શર્ટ અને ડેનિમમાં આવી પહોંચ્યો હતો.
 
આ સિવાય આ લવ બર્ડ્સ સાથે હર્ષવર્ધનની બહેન રેહા કપૂર અને એક્ટ્રેસ રેહા ચક્રવર્તી પણ જોવા મળ્યા હતા.

થોડા સમય પહેલા સારા-હર્ષવર્ધના અફેરની વાત આવી હતી સામે
એક જાણીતી વેબસાઈટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જ સારા અલી ખાન તથા હર્ષવર્ધન કપૂર હાથમાં હાથ નાખીને ડિનર ડેટ પર ગયા હતાં. 10 મેના રોજ હર્ષવર્ધન કપૂર તથા સારા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ડિનર કરતાં જોવા મળ્યાં હતાં. આ દિવસે જસ્ટિન બિબરની કોન્સર્ટ હતી અને બોલિવૂડના એ લિસ્ટેડ સ્ટાર્સ કોન્સર્ટમાં હતાં. ડિનર ડેટ દરમિયાન સારા તથા હર્ષે એકબીજાનો હાથ પકડીને રાખ્યો હતો.
 
 
આગળની સ્લાઈડ્સમાં કરીના કપૂરના ઘરે પાર્ટી કરવા પહોંચેલા સારા અલી ખાન  હર્ષવર્ધન કપૂરના વધુ ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sara ali khan and harshvardhan spotted outside kareenas house
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended