Home »Party» Alia Bhatt To Sonakshi Sinha Looked Best At Green Carpet Iffa

બોલિવૂડ સુંદરીઓએ કાતિલ અદાથી કર્યાં ઘાયલ, તસવીરોમાં માણો ખાસ આ અંદાજ

divyabhaskar.com | Jul 16, 2017, 13:07 PM IST

  • ડાબેથી, આલિયા ભટ્ટ, નરગીસ ફખરી, સોનાક્ષી સિંહા
ન્યૂયોર્કઃ 18મો ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એવોર્ડ(આઈફા) ન્યૂયોર્કમાં યોજાઈ ગયો. આઈફા એવોર્ડ્સમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યાં હતાં. આલિયા ભટ્ટથી લઈ સોનાક્ષી સિંહા સુધીના સેલેબ્સ ન્યૂયોર્કમાં છવાઈ ગયા હતાં. એવોર્ડ્સમાં બોલિવૂડ એકટ્રેસિસ મોટાભાગે વેસ્ટર્ન લુકમાં જોવા મળતી હતી. ઈવેન્ટને કરન જોહર તથા સૈફ અલી ખાને હોસ્ટ કરી હતી. ફિલ્મ 'એમ એસ ધોની'માં ધોનીની પ્રેમિકા બનતી દિશા પટની ઘણી જ સુંદર લાગતી હતી.

આ સ્ટાર્સ આવ્યા વહેલાઃ
અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, બોમન ઈરાની, દિયા મિર્ઝા-સાહિલ સાંઘા, પ્રિટી ઝિન્ટા-જેન ગુડઈનફ, સોનાક્ષી સિંહા, અરમાન મલિક, જીમ સર્ભ, અભય દેઓલ, દિલજીત દોસાંજ સહિતના સ્ટાર્સ વહેલા આવ્યા હતાં. 

આ સ્ટાર્સે કર્યું જબરજસ્ત પર્ફોમન્સઃ
સલમાન ખાન, શાહિદ કપૂર, કેટરિના કૈફ, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સુશાંત સિંહ રાજપૂત, ક્રિતિ સેનને જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. વરૂણ ધવને પોતાના પિતા ડેવિડ ધવનની ફિલ્મ્સના સોંગ્સ પર પર્ફોમન્સ આપ્યું હતું. શાહિદે માઈકલ જેક્સનની સ્ટાઈલમાં પોતાના સોંગ્સ પર ડાન્સ કર્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આઈફાની રંગારંગ ઈવેન્ટ્સ તસવીરોમાં.....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: alia bhatt to sonakshi sinha looked best at green carpet iffa
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended