Home »Party» Sonam Vaswani And Navin Fabianis Star-Studded Wedding Photos

અબજોપતિની દીકરીના કરોડોના ખર્ચે લગ્ન, બોલિવૂડ સેલેબ્સે વધારી આન,બાન-શાન

divyabhaskar.com | Jun 15, 2017, 17:29 PM IST

  • ડાબેથી મનિષ મલ્હોત્રા-કનિકા કપૂર, મહેમાનો સાથે નવવધુ સોનમ(વચ્ચે) અને નતાશા પૂનાવાલા
ઓસ્ટ્રિયાઃ 6 જુનના રોજ સ્ટેલિયોન ગ્રુપના માલિક અને દુબઈવાસી સુનિલ વાસવાણી અને રીટા વાસવાણીની દીકરી સોનમના મેડ્રિડ(સ્પેન)ના બિઝનેસમેન કમલ ફબિયાનીના દિકરાના નવીન ફબિયાની સાથે ડેસ્ટિનેશન વેડિંગ યોજાયા હતા. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વિયેનામાં યોજાયેલા આ મોંઘાદાટ લગ્નમાં અનેક બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. આ સેલેબ્સ થયા સામેલ
 
આ લગ્નમાં સિંગર કનિકા કપૂર, ડ્રેસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, સૌફી ચૌધરી, નતાશા પૂનાવાલા, નીતુ-રીશી કપૂર, નંદિતા માહતાની, પૂનમ ધિલ્લોન, સ્મિતા ઠાકરે અને સિદ્ધાર્થ માલ્યા સહિતના સેલેબ્સ આવ્યા હતા.

આ લગ્નમાં કોકટેલ પાર્ટીથી લઈ મહેંદી, સંગીત અને સાત ફેરા ફરવા સુધીના વિવિધ ફંક્શન્સ યોજાયા હતા. આ દરમિયાન નવવધુ સોનમે મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો રેડ પ્યોર સિલ્કથી મઢેલો લહેંગા પહેર્યો હતો. જ્યારે વરરાજા એવા નવીન ફબિયાનીએ શેરવાની પહેરી હતી.
 
સોનમના પિતાને ફોર્બ્સમાં મળ્યું હતું સ્થાન
દુલ્હન સોનમના પિતા સુનિલ વાસવાણીનો મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં બિઝનેસ ફેલાયેલો છે. માત્ર એટલું જ નહીં, તેઓ 2016માં ફોર્બ્સ મિડલ ઈસ્ટની 'ટોપ ઈન્ડિયન લીડર્સ ઈન અરબ વર્લ્ડ'ની યાદીમાં પહેલા નંબર પર સ્થાન પામ્યા હતા. તેમની કુલ સંપત્તિ અંદાજે 240 કરોડ ડોલર(15700 કરોડ રૂપિયા) છે.
 
આગળની સ્લાઈડ્સમાં સોનમ વાસવાણી અને વિવેક ફબિયાનીના મોંઘાદાટ લગ્નના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sonam vaswani and navin fabianis star-studded wedding photos
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended