Home »Party» IIFA Awards 2017 Awards Winner List

આઈફા એવોર્ડ્સની જાહેરાત, આલિયા બેસ્ટ એક્ટ્રેસ, શાહિદ બેસ્ટ એક્ટર

divyabhaskar.com | Jul 16, 2017, 12:47 PM IST

  • ડાબેથી પતિ રાજ સાથે શિલ્પા શેટ્ટી, પત્ની મીરા સાથે શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ
ન્યૂયોર્કઃ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ(આઈફા)ની રંગારંગ શરૂઆત થઈ ગઈ છે. આ સમારોહને કરણ જોહર અને સૈફ અલી ખાને હોસ્ટ કર્યો હતો. બન્ને એક બાદ એક કેટેગરી મુજબ, એવોર્ડ વિજેતાના નામ એનાઉન્સ કર્યા હતા. આઈફા 18 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કમાં યોજાયો છે. આઈફામાં 'ઉડતા પંજાબ'નો દબદબો રહ્યો હતો. આ ફિલ્મ માટે શાહિદને બેસ્ટ એક્ટરનો અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો તો દલજીત દોસાંજને બેસ્ટ ડેબ્યૂ મેલનો એવોર્ડ મળ્યો હતો.
 
આ સેલેબ્સ થયા સામેલ
આ ફંક્શનમાં અનેક દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, મીરા-શાહિદ, પ્રિટી ઝિન્ટા, સોનાક્ષીસિંહા, હુમા કુરેશી, નરગીસ ફખ્રી, નેહા ધુપિયા અને દિયા મિર્ઝા સહિતના સ્ટાર્સનો સમાવેશ થાય છે.
 
કોને મળ્યો ક્યો એવોર્ડ
 
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ
બેસ્ટ ફિલ્મઃ નીરજા
બેસ્ટ ફિમેલ ડેબ્યૂઃ દિશા પટની(એમ.એસ.ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી)
બેસ્ટ મેલ ડેબ્યૂઃ દલજીત દોસાંજ (ઉડતા પંજાબ)
બેસ્ટ એક્ટરઃ શાહિદ કપૂર(ઉડતા પંજાબ)
બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ(ઉડતા પંજાબ)
બેસ્ટ ડિરેક્ટરઃ અનિરુદ્ધા રોય ચૌધરી(પિંક)
બેસ્ટ સપોર્ટિંગ રોલ મેલઃઅનુપમ ખેર (એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી)
બેસ્ટ સપોર્ટિંગ રોલ ફિમેલઃ શબાના આઝમી(નીરજા)
સ્પેશિયલ મેન્શનઃ એ.આર.રહેમાન (ભારતીય સિનેમામાં 25 વર્ષના યોગદાન બદલ)
બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલઃવરૂણ ધવન(ઢિશૂમ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઈન અ નેગેટિવ રોલઃજીમ સર્ભ(નીરજા)
સ્ટાઈલ આઈકોન ઓફ ધ યરઃ આલિયા ભટ્ટ
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરઃ પ્રીતમ(એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ લિરિસિસ્ટઃ અમિતાભ ભટ્ટાચાર્ય-ચન્ના મેરેયા (એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અમિત મિશ્રા(એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ કનિકા કપૂર(ઉડતા પંજાબ) અને તુલસી કુમાર(એરલિફ્ટ)
 
આગળની સ્લાઈડ્સમાં રેડ કાર્પેટ પર ઉતરેલા સ્ટાર્સના રંગારંગ ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IIFA Awards 2017 awards winner list
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended